________________
વિષે એટલું જ પૂછીએ છીએ કે–એમાં વપરાએલા બનાવટ શબ્દને શો અર્થ છે? અર્થાત અમારે કઈ ચીજને બનાવટ તરીકે સમજવી અને કઈ ચીજને અબનાવટરૂપે સમજવી, એવું ચોક્કસ ભાન થવા માટે એ “બનાવટ’ શબ્દનું વિગતવાર વિવેચન કરવાની જરૂર જણાય છે. શું આપ “બનાવટ ” એને સમજે છે કે–૧. જે રચના અવયવવાળી હોય અર્થાત જે જુદા જુદા ભાગમાં વહેંચી શકાતી હોય. અથવા ૨. જે રચનાને પાય અવયવોથી–જુદા જુદા ભાગોથી શરૂ થતા હોય. અથવા ૩. જે રચના અખંડ હોવા છતાં જાદા જુદા ભાગવાળી જણાતી હોય. અથવા. ૪. જે રચના જેવાથી જેનારને “એ અવયવવાળી છે” એવો ભાવ પેદા થતા હેય. આ જાતનાં જુદાં જુદાં બનાવટનાં સ્વરૂપોમાંથી કયા સ્વરૂપને આપ ઠીક ગણે છો?
કવા – જે રચના જુદા જુદા ભાગમાં વહેંચી શકાતી હોય એને અમે “બનાવટ” કહીએ છીએ અને આ જમીન, પાણી અને પર્વતે વિગેરે જુદા જુદા ભાગમાં વહેંચી શકાય એવાં હોવાથી “બનાવટ રૂપ છે એમ પણ માનીએ છીએ અને એવી માન્યતાવડે જ અમને એના બનાવનારને પણ ખ્યાલ આવી જાય છે.
અકવા–ભાઈ ! એવી તે બીજી ઘણી યે ચીજે છે કે-જે જુદા જુદા ભાગમાં તે વહેંચી શકાતી હેય પણ તમે જ તેને બનાવટરૂપે ન માનતા હે. દાખલા તરીકે સામાન્ય” નામની ચીજને લઈને વિચારશે. તે તુરત જ સમજી શકાય તેવું છે. તમે એ સામાન્યને નિત્ય માને છો એટલે બનાવટરૂપે માનતા નથી. એ સામાન્ય જુદા જુદા ભાગમાં
૧. જે ગુણ કે ક્રિયા વડે જુદી જુદી જણાતી ચીજોમાં પણ સરખાપણું જાણું શકાય તેનું નામ સામાન્ય છે, જેમકે આપણી સામે પાંચ ઘડા પડ્યા છે. તેમાં એક સોનાને, બીજે રૂપાને, ત્રીજો ત્રાંબાને, એ લેઢાને અને પાંચમે માટીને. જો કે એ બધા જુદી જુદી ધાતુના