________________
(૪૪) –
એ રીતે તદ્ધ વાંધા વિનાની યુક્તિઓથી કદીયે જનમને નહિ ધારણ કરતા કેઈ પુરુષ જગતને કરનાર, પાળનાર, સર્વજ્ઞ, સર્વવ્યાપક, બધી મોટી શક્તિવાળો (સર્વશક્તિમાન), વિકાર વિનાને અને એક નક્કી થાય છે અને એ જ પ્રભુ ઈશ્વર ઠરે છે. અમે તે એને એકને જ દેવ તરીકે માનીએ. આપણે સૌને એ એક જ પુરુષ સરજનાર અને પાળનાર હોવાથી આપણે સૌએ એને એકને જ દેવ તરીકે પૂજ, માન અને વાંદ પણ ઘટે છે તથા ઉપર જણાવેલા-દેવની ઓળખાણ આપનારા લખાણમાં એને (ઈશ્વરને) “કરનાર ” અને “પાળનાર એવાં બે વિશેષણે પણ ઉમેરવા ઘટે છે.
અકવા–ભાઈ ! બુદ્ધિની લીલા અકળ છે, તકને મહિમા અગાધ છે. તક સાચાને પણ ખોટું ઠરાવી શકે છે અને ખોટાને પણ સાચું ઠરાવી શકે છે. ઈશ્વર જેવી કે, જ્યાં તર્ક પણ ન પહોંચી શકે એવી ભક્તિ આજ તકના જ જતરડામાં ખેંચાઈ રહી છે એ જ ખરૂં તર્કનું માહામ્ય છે. જે રીતે તમે ક્ત દાખલા-દલીલથી જ એક કરનાર પુરુષને સાધી રહ્યા છે, અમે પણ એવી જ-એથી પણ સવાઈ દલીલે અને યુક્તિઓથી ઈશ્વરના અકર્તાપણાને જ નક્કી કરીએ છીએ. જુઓ અને ધ્યાન આપો –
આપે એ એક સાધારણ નિયમ જણાવ્યું કે, “બનાવનાર સિવાય એક પણ બનાવટ બની શકતી નથી? “વસ્તુમાત્રને જોતાં જ તેના બનાવનારને ખ્યાલ આવી જાય છે અને આવા સૌ કોઈ સમજે તેવા તદને સરળ નિયમથી જ બનાવનારને પણ સાધી બતાવ્યો. જો કે તદ્દન જાડી બુદ્ધિવાળા સમજનારાઓ આ નિયમને ભલે સરળ અને બધે લાગુ પડતે સમજે, પરંતુ જેઓ દલીલોના વમળથી જાણીતા છે. તેઓ તે એ સરળ નિયમને ભેળાને ભમાવવાની રીત સિવાય બીજું કશું સમજતા નથી. ફક્ત અમે તે એ