________________
– ૪૩ )
એમ જે પુષ, આ જગતની એકે એક ચીજને રચે છે, તે દરેક ચીજ અને તેના કારણોથી જાણીતું હોય તે જ એ બધાંને સર્જી શકે છે.. ઉપરથી એને આખા સંસારની માહિતી છે–એ સર્વજ્ઞ છે એ વાત આપે-- આપ તરી આવે છે. સર્વવ્યાપક
એ જ પ્રમાણે જે ભાદ', જેટલી જગ્યાએ પહોંચી શકે છે તેટલે જ ઠેકાણે કામ કરી શકે છે અને જ્યાં તે પહોંચી શકતો નથી ત્યાંનું કામ તેનાથી થઈ શકતું નથી. જગતને બનાવનાર પુરુષ પણ જગતના આ છેડાથી બીજા છેડા સુધી અનેક રચનાઓ રચી રહ્યો છે—એ હકીકતને સાબિત કરવા માટે તે તે રચના, ચાંદે, સૂરજ અને તારાઓ જ પૂરતાં છે. જે એ પુણ્ય બધે ઠેકાણે ન રહેતું હોય તે એ બધી રચના શી રીતે થઈ શકે ? માટે એ સઘળી આપણી આસપાસની, છેટેની, ઉપરની અને નીચેની રચનાઓ જ એને બધે ઠેકાણે રહેલે જણાવી રહી છે. એટલે એ પુરુષ સર્વવ્યાપક હોય એમાં નવાઈ જેવું નથી. નિત્ય
વળી આ સંસાર, આવડે મેટો આભ, તારાઓ અને નીચેનું પાતાળ એ બધું હમેશાં રહેતું હોવાથી તેનો બનાવનાર પણ હમેશાં રહેનારો હેય અર્થાત તે કઈ પણ પ્રકારના વિકાર વિનાનો હેય-નિત્ય હોય તો જ ઘટે તેવું છે-આ એક જ યુતિ ઈશ્વરને નિત્ય અથવા વિકાર વિનાને હરાવવાને પૂરતી જણાય છે. એક
- વનમાં સિંહ તે એક જ હોય છે, રાજાઓમાં ચક્રવર્તી પણ. એક જ હોય છે તેમ આ સર્વજ્ઞ, સર્વવ્યાપક, સર્વશક્તિમાન અને અવિકારી-બીજે એવો કોઈ એને જેટાનો હોય એમ જણાતું નથી.. તેથી જ તે એ એક જ છે, એમ કહ્યા સિવાય ચાલે તેમ નથી.