________________
ખરી આંખે જોઈ શકતા નથી, તે પણ લેખણ વિગેરેની પેઠે એ બધી ચીજની બનાવટ અને ઝીણવટ ઉપરથી જ એને કઈ એક બનાવનારાની હયાતી જરૂર કળી શકાય એવી છે. જગતમાં જે કઈ ચીજો આકારવાળી બને છે અને બનવાની છે એ બધી બનાવનાર સિવાય બની શકતી નથી એ હકીકત સૌ કોઈને સમજાય તેવી સરળ અને નજરે-- નજર જેવી છે. એ જાતના જ એક ચક્કસ ધારણવડે જમીન વિગેરેને પણ, કેઈ બનાવનાર છે જેએ—એવું સત્ય તરી આવે છે. કોઈ કાર્ચ પિચે મનુષ્ય કે દેવ એ પ્રવૃત્તિ કરે એ સંભવતું નથી, કિંતુ જેનામાં પૂરેપૂરું ઈશ્વરપણું (અશ્વય), આખા સંસારનું અને સંસાનાં કાર્ય કારણેનું જાણપણું, મેટી ઇચ્છાશક્તિ અને બધે પહોંચી વળાય એવો ભગીરથ પ્રયત્ન-પુસ્વાર્થ-હોઈ શકે તે જ એ બધાને સમજી શકે અને એ એક જ સર્વને જાણનાર, સૌને ચલાવનાર અને સઘળી જગ્યાએ પહોંચી વળનાર ઈશ્વરને પદે શોભી શકે. વળી એ સર્જનાર અને પાળનાર પુu ફક્ત એક જ છે, નિત્ય છે એટલે હમેશાં વિકાર વિનાને છે તથા સર્વને જાણનાર (સર્વજ્ઞ) સૌને ચલાવનાર અને સઘળી જગ્યાએ પહોંચી વળવાર (સર્વવ્યાપક) પણ છે. ઉપર જણાવ્યા પ્રમાણે અર્થાત, બનાવનાર સિવાય એક પણ ચીજ બની શકતી નથી, એ જાતના તદ્દન વાંધા વિનાના ધારણ અનુસારે આપણે જેમ નજરે નહિ જેએલા એવા કઈ પણ કરનારને ફક્ત તેના કામકાજ ઉપરથી જ કળી શકીએ છીએ,
એ જ પ્રકારે આ જગતના કરનારને પણ સર્વજ્ઞ, સર્વવ્યાપક, નિત્ય, વિકાર વિનાનો અને એક પણ સાબિત કરી શકીએ છીએ. તેની યુક્તિ આ પ્રમાણે છે – સર્વક–
કઈ પણ કામ કરનાર જેટલાં કામ તેનાં કારણેને જાણતો હાય તેટલાં જ કરી શકે છે-જાયા વિનાનું એક પણ કામ બની શકતું નથી અને એ જેટલાં કામ કરે છે તે બધાને જાણકાર તે હેય જ,