________________
એ વાત કબૂલ રાખવા જેવી છે, પણ જે ઈશ્વર કદીયે અવતાર ધારણ કરતું નથી અને સૃષ્ટિનું સર્જન તથા પાલન કર્યા કરે છે તેને તમે દેવ તરીકે નથી ગણતા તેનું શું કારણ? અર્થાત દેવના સ્વરૂપની સમજણ આપતાં તેને “કરનાર” અને “પાળનાર ” તરીકે કેમ નથી ઓળખાવતાં ?
અકર્તવાદી–ઈશ્વર કદી યે જન્મ ધારણ કરતું નથી તે પછી એ આવા જગતને બનાવવાની અને સાચવવાની ભાંજગડ કેમ કરીને કરે એ સમજાતું નથી. ખરી રીતે ઈશ્વરપણું મેળવ્યા પછી એને કાંઈપણ કરૂ વાપણું બાકી રહેતું નથી. તેથી એના ઉપર આ સંસારને ચલાવનાર તરીકે આરોપ અછાજત જણાય છે. વળી ઈશ્વરી પ્રવૃત્તિ નજરે નજર ન દેખાતી હોવાથી તેને કરનાર કે પાળનાર ઠરાવવાની વાત કોઈ જાતના મજબૂત પ્રમાણુ સિવાય માની શકાય તેમ નથી તેથી અમે જગતના કરનાર કે પાળનાર ઈશ્વરને દેવ તરીકે માનતાં આંચકે ખાઈએ છીએ.
કવાદી–ઈશ્વરના કરનારપણુને અને પાળનારપણાને સાબિત કરનારું પ્રમાણ અમે કહીએ છીએ તે તમે સાંભળે –
આપણે રોજ અનેક ચીજે જોઈએ છીએ અને તેને ઉપગ પણ કરીએ છીએ. જેમકે-કાગળ, લેખણ, ખડી, છત્રી, ડાં, અંગરખું અને ચર વિગેરે. એ ચીજોના બનાવનારને આપણું નજરે જેએલ નથી, તે પણ એની બનાવટ જોતાં જ આપણને એના બનાવનારનું ભાન થઈ જાય છે એટલે એ ચીજને કઈ બનાવનારે જ બનાવી હશે એવું આપણે કળી જઈએ છીએ અને સાથે એવું પણ નક્કી કરી લઈએ છીએ કે, બનાવનાર સિવાય કોઈ પણ ચીજ બની શકતી નથી. હવે આપણે વિચાર કરે કે-એક લેખણ જેવી નમાલી ચીજ પણ બનાવનાર સિવાય બની શકતી નથી તે પછી આ અદ્ભુત, વિચિત્ર અને સુંદરતાથી ભરેલાં પૃથ્વી, પાણી, પવન, વન અને પર્વત તથા અગ્નિ વિગેરે કોઈના બનાવ્યા વિના શી રીતે બની શકે ? જે કે એ બધાના બનાવનારને આપણે