________________
–(૨૧) ઉપનય૨૦ ” એટલે એ દાખલા ઉપરથી નીકળતે સાર.
નિગમન” એટલે ઉપસંહાર અર્થાત્ એ દાખલા દ્વારા છેવટ તો નિર્ણય.
તક૨૨–એટલે “અહીં આમ છે માટે આમ હોવું જોઈએ ” એવી કલ્પના.
આ કલ્પના સંશય મયા પછી થાય છે.
નિર્ણય–-છેવટનો નિણ તે નિર્ણય. સંશય અને તર્ક થઈ રહ્યા પછી જ આ નિર્ણય થાય છે.
વાદ–ગુરુ શિષ્ય એક બીજા સામસામા વાદી પ્રતિવાદી બનીને માત્ર શીખવાને અર્થે જે વાતચીત કરે તે વાદ.
જ૯૫–એટલે માત્ર વિજય મેળવવાને જ કરવામાં આવતા છલાદિયુક્ત શાસ્ત્રાર્થ.
વિતડાર–એટલે બકવાદ અર્થાત સામા પ્રતિવાદીના મંતવ્ય વિષે કાંઈ ન કહેતાં જેમ ફાવે તેમ માત્ર પિતાનો જ કક્કો ખરે કરવો.
૨૦. “જેવું એ રસોડું છે તેવું આ ભય છે” એવી વાકયરચના-એ ઉપનય.
૨૧. “એ ભોંયરું રડા જેવું હોવાથી જ રસોડાની પેઠે એમાં પણ દેવતા છે ” એવી વાક્યની ગોઠવણ–એ નિગમ.
૨૨. ૧૪ મા ટિપ્પણમાં જણાવ્યા પ્રમાણે સંશય થયા પછી એવો જે વિચાર કરવામાં આવે કે, “ ત્યાં તે પક્ષીઓનાં ટોળાં ઊડે છે, જંગલ જેવું ઉજજડ દેખાય છે અને સંધ્યા વખત પણ થઈ ગયો છે માટે માણસ ન હોવો જોઈએ-ઝાડનું ઠુંઠું હોવું જોઈએ” એનું નામ તક.
૨૩. “વિતંડા” શબ્દને ભાવ તે પ્રસિદ્ધ છે. કોઈને શંકા થાય કે–મહર્ષિ ગૌતમે “વિતંડાને પણ પ્રમેયમાં ગણવી છે તેનું શું કારણ?