________________
—(૧૯) શાબ્દિક–
આપ્તપુરુષને ઉપદેશ અર્થાત શાસ્ત્ર કે વાણુ વગેરેતે શાબ્દિક પ્રમાણ.
પ્રમેય–બાર છે. આત્મા, શરીર, ઇન્દ્રિય, પદાર્થો, બુદ્ધિ, મન, પ્રવૃત્તિ, દોષ, પ્રત્યભાવ, ફલ, દુઃખ અને બારમું મોક્ષ.
સંશય–એટલે “આ શું?” એ પ્રકારનું સદેહવાળું જ્ઞાન.
૧૩. “આત્મા અને શરીર” એ બે જ પ્રમેયોને ગણાવવામાં આવે તો પણ તદાશ્રિત બીજાં દશે આવી જાય તેમ છે, તે પણ વિસ્તરચિ મુમુક્ષને માટે અને તે તે પ્રમેયની છુટ સમજણ આપવા માટે કાસણિક શ્રીઅક્ષપાદજીએ આ જાતને વિસ્તાર કરેલ છે. આ બારે પ્રમેયને અર્થ તે ઉપર્યુક્ત તે તે શબ્દો જ જણાવી દે છે, તે પણ અહીં તે વિષેની અસ્પષ્ટતાને સ્પષ્ટ કરીએ છીએ:
- “બુદ્ધિ એટલે જાણવું અર્થાત ભગનિમિત્તક જ્ઞાન, આ જ્ઞાન સંસારનું કારણ હોવાથી હોય એટલે ત્યાજ્ય છે.”
પ્રવૃત્તિ એટલે સારાં નરસાં ફળવાળી મન, વચન અને શરીરની પ્રવૃત્તિ. ?
દોષ એટલે રાગ, દ્વેષ અને મેહ–આમાં ઈર્ષા વગેરે દેશે પણ સમાઈ જાય છે.”
પ્રત્યભાવ એટલે જન્માંતર.”
“ ફળ એટલે પૂર્વોક્ત પ્રવૃત્તિ અને દોષદ્વારા થએલું બાહ્ય સુખદુઃખરૂપ મુખ્ય ફળ.”
“દુઃખ એટલે પીડા અને સંતાપના સ્વભાવથી થએલું વેદનઅનુભવન.”
મેક્ષ એટલે અહીં જણાવેલા દુઃખને સર્વથા વિયોગ.”
૧૪. જેમકે “આ ઝાડનું ઠુંઠું છે કે કોઈ માણસ છે” એ જાતનું જ્ઞાન.