________________
(૧૮)
–
કારણને જોયા પછી થનારા કાર્યના જ્ઞાનનું નામ પૂર્વવત-અનુમાન°. કાર્યને જોયા પછી થનારા કારણુના જ્ઞાનનું નામ શેષવ અનુમાન. સમાનપણથી એટલે સમાનપણું જોઈને થનારા જ્ઞાનનું નામ સામાન્યતેદષ્ટ ૨–અનુમાન. ઉપમાન
મુ પ્રસિદ્ધ પદાર્થની ઉપમાદ્વારા થનારું અપ્રસિદ્ધ પદાર્થનું જ્ઞાન તે ઉપમાન પ્રમાણ. અર્થાત “અનુમાનના ત્રણ ભેદ છેઃ પૂર્વવત્, શેળવત્ અને દષ્ટસાધમ્મત (ટીકા, પૃ. રરર–આગમોદય સમિતિ)
૧૦. “પૂર્વવત' વગેરે અનુમાનના ભેદનું સ્વરૂપ તૈયાયિક દર્શન નમાં અને જૈનસૂત્રોમાં એક સરખું જ જણાવેલું છે અને કેટલાક ઉદાહરણો પણ તત મળતાં મળતાં મૂકેલાં છે. “પૂર્વવત ”ને અર્થ આ છેઃ
કારણ” લગભગ “કાર્ય”ની પહેલાં જ પૂર્વમાં જ રહેનારું હોય છે, માટે જ કારણથી થનારા “અનુમાન”ને “પૂર્વવત ” એ નામ આપેલું છેઃ ગગનમાં ચડેલાં કાળાં વાદળાંઓને જોઈને જે વરસાદ આવવાનું અનુમાન કરવામાં આવે છે તે “પૂર્વવત’ અનુમાન.
૧૧. “કાર્ય” માત્ર લગભગ “કારણની પછી જ એટલે કારણની હયાતિના સમય પછીના શેષ–બાકીના સમયમાં હયાત હોય છે માટે જ “કાર્ય થી થનારા અનુમાનને “ શેષવત” નામ આપેલું છેઃ નદી બે કાંઠામાં આવેલી જોઈને ઉપરવાસ વરસાદ થયાનું અનુમાન કરવામાં આવે છે તે “શેષવત’ અનુમાન.
૧૨. જેમકે, અહીં એક ઠેકાણેથી બીજે ઠેકાણે જનારે માણસ, ગતિ કરતે (ચાલતે) જવામાં આવે છે તેમ સૂર્ય પણ એક ઠેકાણેથી બીજે ઠેકાણે જાય છે માટે તે પણ જરૂર ગતિ કરતે હે જોઈએ-એ અનુમાનનું નામ “સામાન્ય દ” અથવા “દષ્ટસાધમ્યવત.”