________________
––( રછ ) હવે તૈયાયિક અને વૈશેષિક મતમાં જે વિશ્વ રહેલું છે તેને આ પ્રમાણે જણાવે છે –એ દર્શનમાં એમ મનાય છે કે, “સત્તાના રોગથી સત્વ આવે છે, તે પણ સામાન્ય, વિશેષ અને સમવાય એ ત્રણમાં સત્તાના સંબંધને તેઓ નથી માનતા, છતાં એ ત્રણેના સભાવને તે કહે છે–એ વિરોધ સિવાય બીજું શું કહેવાય ?
બીજું, એ લેકે “એક સાથે બે ક્રિયા ન થઈ શકે એવા બહાનાને લીધે જ્ઞાનને સ્વપ્રકાશી નથી માનતા, તો પણ ઇશ્વરના જ્ઞાનને તે સ્વપ્રકાશી માને છે–એ પણ એક વિરાધ છે. દી પોતે જ પોતાનો પ્રકાશ કરતો ઉપરના બહાનાને ટાળી દે છે—માટે એ બહાનું પણ બરાબર નથી.
ત્રીજું એ કે–પરવંચનરૂપ છળ, જાતિ (શબ્દોથી સપડાવવાની ઢબ) અને નિગ્રહસ્થાનેને પણ એ દર્શન તત્વરૂપ માને છે–એ પણ એક અજબ જેવી વાત છે––કઈ પણ દર્શન એવી પ્રપંચી હકીકતોને સ્થાન આપતું નથી.
શું એ કે–આકાશને અવયવ વિનાનું માનીને એમ કહેવામાં . આવે કે તેનો (આકાશને) ગુણ શબ્દ, તેના એક ભાગમાં જ સંભળાય છે–એ પણ વિરોધ નહિ તે બીજું શું ?
પાંચમું એ કે યાં સત્તાને સંબંધ થાય ત્યાં જ સત્તવ હેય' એમ માનવામાં આવે છે. સંબંધ તો ત્યાં જ થઈ શકે, જ્યાં પદાર્થો નું અવયવવાળાપણું હેય-આમ છતાં સામાન્યને સત્તાના સંબંધવાળ માનવામાં આવે છે અને એને અવયવ વિનાનું પણ કહેવામાં આવે છે–એ પણ એક વિરોધ જ છે.
છ એ કેન્સમવાયને નિત્ય અને એક સ્વભાવવાળો માનવામાં આવે છે અને એને સંબંધ તે પદાર્થ માત્રની સાથે સ્વીકારાય છે –એ સ્વીકાર વ્યાજબી છે ત્યારે જ કહેવાય જ્યારે સમવાયના અનેક ૧૭