________________
(૨૫૮)––
સ્વભાવ હોય. સમવાયના અનેક સ્વભાવને નહિ માની જે તેને સંબંધ બધા પદાર્થો સાથે સ્વીકારવામાં આવે, તે પણ એ પરસ્પર વિરુદ્ધતા સિવાય બીજું કશું નથી.
સાતમું એ કે–તેઓ અર્થને (પદાર્થને) જ્ઞાનમાં સહકારી માને છે–અર્થના સહકારીપણું સિવાય પ્રમાણુનું પૂરું રૂપ નથી માનતા અને
ગીઓનું જ્ઞાન, જેમાં ભાસતા પદાર્થો હયાત નથી તે સહકારી તો શેના હેય, એને પ્રમાણરૂપ માને છે––એ પણ એક વિરુદ્ધતા છે. '
આઠમું એ કે-સ્મરણને પ્રમાણરૂપ નથી માનતા, કાછુ કે એમાં કાંઈ નવું જણાતું નથી–એ (સ્મરણ) તે એનું એ જ જણાવે છે આમ માનીને ધારાવાહી જ્ઞાન(રામ, રામ, રામ, રામ એ જાતના જ્ઞાનને પ્રમાણરૂપ શી રીતે મનાય? કારણ કે કાંઈ નવું તે એમાં પણ જણાતું નથી. એક સરખી સ્થિતિ છતાં એકને પ્રમાણ અને એકને અપ્રમાણ માનવામાં આવે તે પરસ્પર વિરોધ સિવાય બીજું શું થાય? કદાચ એમ માનવામાં આવે કે સ્મરણ જ્ઞાનમાં કઈ પણ પદાર્થની સાક્ષાત કારણતા નથી માટે એ અપ્રમાણરૂપ છે અને ધારાવાહી જ્ઞાનમાં તે પદાર્થની સાક્ષાત કારણતા છે માટે જ એને પ્રમાણરૂપ માનવામાં આવે છે તે એને જવાબ આ પ્રમાણે છે––કેટલાંક અનુમાનમાં પણ અતીત, અનાગત (ભવિષ્યના) પદાર્થો કારણરૂપ હોવાથી સાક્ષાત રીતે પદાર્થો કારણરૂપ નથી હોતા છતાં જેમ તેને પ્રમાણરૂપ માનવામાં આવે છે તેમ સ્મરણજ્ઞાનને પણ પ્રમાણુરૂપ માનવું જોઈએ. આમ છતાં જો ટાળો કરવામાં આવે તે પછી વિરોધ જ ગણાય. જુઓ, આ નીચેના અનુમાનમાં પદાર્થની (હેતુની) સાક્ષાત કારણુતા જ્યાં જણાય છે. આકાશમાં કાળાં વાદળાં ચડેલાં હેવાથી “વરસાદ થશે? એમ અનુમાન થઈ શકે છે અને નદીમાં પૂર આવેલું જોઈને “વરસાદ થયો હશે એમ અનુમાન થઈ શકે છે–એ બન્ને અનુમાનમાં વરસાદની સાક્ષાત