________________
( ૨૫૬ )––
ચેવું એ –જે બધું ક્ષણિક જ માનવામાં આવે તે જુદે જુદે સમયે વર્તનારા અન્વય અને વ્યતિરેકને સંબંધ કેમ ઘટી શકે? જે એ સંબંધ ન ઘટી શકે તે ત્રણે કાળને લગતું વ્યાપ્તિજ્ઞાન પણ શી રીતે થઈ શકે? બૌદ્ધો તે ત્રણે કાળને લગતા વ્યાપ્તિ-જ્ઞાનને માને છે અને બધું ક્ષણિક પણ માને છે–એ શી રીતે બની શકે ? એ તે પરસ્પર વિરોધવાળી હકીકત છે. - પાંચમું એ કે—બધું ક્ષણિક માનનારાના મતમાં જન્મ જન્માંતરને સંબંધ સંભવી શકતો નથી, છતાં બૌદ્ધમતમાં એમ કહેવામાં આવે છે કે “આ ભવ પહેલાંના એકાણુમા ભવમાં મારી (બુદ્ધની) શક્તિવડે પુરુષ હણાયે હતા તેના જ પરિણામે હે ભિક્ષુઓ ! મને (બુદ્ધને) કાંટો, વિંધાવે છે” એ પણ એક પ્રકારનું વિરુદ્ધ વચન છે.
' છે એ કે વસ્તુમાત્રને નિરંશ (અવયવ વિનાની ) માનનારા બૌદ્ધો એક જ ચિત્તસંવેદનના અને વિકલ્પ વિનાના પ્રત્યક્ષજ્ઞાનના અંશે કરીને અમુક અંશને પ્રમાણભૂત માને અને અમુક અંશને અપ્રમાણભૂત માને એ પણ સ્પષ્ટપણે પરસ્પર વિરુદ્ધ જ છે.
સાતમું એ કે-હેતુનાં ત્રણ રૂપને માનનારા અને સંશયને બે રૂપે જણાવનારા બૌદ્ધ વસ્તુને નિરંશ માને એમાં તે વિરોધ સિવાય બીજું કશું નથી.'
વળી, બૌદ્ધ એમ કહે છે કે જે કઈ પદાર્થ આપણી નજરે આવે છે તે કોઈ ઘટ્ટ પદાર્થ નથી—એ તે બધા જુદા જુદા અણુઓને ઢગલે છે. પરંતુ બૌદ્ધનો એ મત ખોટે છે. કારણ કે જે બૌદ્ધો કહે છે તેમ જ બરાબર હોય તો ઘડાને કાંઠે પકડવાથી હાથમાં આખો ઘડે શી રીતે આવે ? વળી, જે એમ જ ખરું હોય તે કોઈ વરતુ ફેંકી પણ ન શકાય, ઘસડી પણ ન શકાય માટે બૌદ્ધોની “પરમાણુને ઢગલો” માનવીની માન્યતા તે તદ્દન ખોટી, વ્યવહાર વિરુદ્ધ અને અનુભવ વિરુદ્ધ છે, એ પ્રકારનો વિરોધ બૌદ્ધદર્શનમાં સમાએલે છે.