________________
– – રપપ)
હવે બૌદ્ધ વિગેરે દર્શનેમાં જ્યાં જ્યાં આગળ પાછળ વિરોધ આવે છે તે બધી હકીકતને આ પ્રમાણે જણાવે છે –બૌદ્ધો, એક ઠેકાણે જણાવે છે કે–વસ્તુમાત્ર ક્ષણિક છે અને બીજે ઠેકાણે જણાવે છે કે જ્ઞાનનું કારણ પદાર્થ છે અર્થાત્ જ્ઞાન કાર્યરૂપ છે અને પદાર્થ કારણરૂપ છે–એમ એ બને કાર્યકારણરૂપ થવાથી જ્ઞાનની હયાતી પહેલાં અર્થની હાજરી હોવી જરૂરની છે અને એમ હોય તે જ એ બન્નેને કાર્યકારણુભાવ ઘટી શકે છે. પણ આ માન્યતામાં અર્થ–પદાર્થ–ને ક્ષણિક માને નહિ પિસાય, એની–પદાર્થની હયાતીને એક ક્ષણ અને જ્ઞાન થતી વખતને એક ક્ષણએમ તેને–પદાર્થને-બે ક્ષણ સુધી સ્થિર માનવો જ પડશે અને જે એમ માનવામાં આવશે તે “બધું ક્ષણિક છે” એ સિદ્ધાંત ત્રુટી જશે અર્થાત, એ બેમાંની કઈ એક વાતને જાળવવા માટે માનેલી એક વાતને જરૂર તેડવી પડશે, એ જાતને પરસ્પર વિરોધ બૌદ્ધદર્શનમાં આવે છે.
વળી, બીજું એઓ એમ કહે છે કે જે વિષય જ્ઞાનને કારણરૂપ હોય તે જ જ્ઞાનને વિષય થઈ શકે છે અર્થાત એક ઠેકાણે વિષયને કારણ રૂપ માને છે અને બીજે ઠેકાણે તેમ નથી જણાતું તે પણ એની એ માન્યતા ચાલુ રાખે છે. જેમ કે જે પદાર્થ અતીતરૂપ થઈ ચૂકયો છે અથવા જે પદાર્થ હવે પછી બનવાનું છે તે બંને પદાર્થ હયાત ન હોવાથી કારણરૂપ કેમ થઈ શકે?—એ અતીતરૂપ અને ભવિષ્યરૂપ પદાર્થ કારણરૂપ ન હોવાં છતાં જ્ઞાનના વિષયરૂપ શી રીતે થઈ શકે? આમ છતાં એવા અકારણુરૂપ પદાર્થને વિષયરૂપ માને છે, એક પ્રકારનું બેબેલીપણું જ છે. - ત્રીજું એ કે ત્રણે કાળના પદાર્થો અને વ્યાપ્તિને ગ્રહણ કરનારું જ્ઞાન એ બે વચ્ચે કોઈ પ્રકારનું કાર્યકારણ સંબંધ ન હોવા છતાં પણ એ જ્ઞાનના વિષયરૂપે ત્રણે કાળના પદાર્થોને કહેવા એ પણ પિતાની માન્યતાથી વિરુદ્ધ વાત છે.