________________
( ૨૫૩ )
-
થાય છે અર્થાત્ એના સીધાપણાને નાશ થઈ એની જગ્યાએ વાંકાપણું આવે છે અને એનુ આંગળીપણું તે હમેશાં સ્થિર રહે છે. વળી, જેમ ગારસમાંનું દૂધપણું મટી જઈ એની જગ્યાએ દહિં પણું આવે છે અને ગારસપણું કાયમ રહે છે—એ બધું પ્રત્યક્ષ વિગેરે અનેક પ્રમાણેાથી જાણી શકાય તેમ છે અને એ પ્રકારે પદાર્થીમાત્રનુ દ્રવ્યપણું અને પર્યાયપણું નિશ્રિત થઈ ચૂકયું છે. હવે આ ટીકાના બનાવનારા શ્રોગુણરત્નસૂરિ પોતે પરહેતુતમા ભાસ્કર” નામનું વાદસ્થલ જણાવવાના છે. એમાં એવું જણાવવાનું છે કે દરેક દર્શનમાં તતાના ધૃમતને સાધવા માટે જે હેતુ જણાવવામાં આવે છે તે બધા હેતુઓ પણ અનેકાંતવાદને આશ્રય લીધા વિના પૂરી પ્રામાણિકતા મેળવી શકતા નથી, માટે દરેક દર્શનવાળાએ પોતપાતાના મતના સમન માટે પણ અનેકાંતવાદને આશ્રય લેવા જરૂરને છે. જો હેતુને એકાંતે અન્વ * એકાંતે વ્યતિરેકી માનવામાં આવે તે તે વડે ઇષ્ટ સાધન થઈ શકતુ નથી. તેમ પરસ્પર સંબંધ વિનાના અન્વી અને વ્યતિરેકી માનવામાં આવે તે પણ સૃષ્ટસિદ્ધિ થ શકતી નથી; કિ ંતુ જો તેને અન્વય અને વ્યતિરેક એમ બે રૂપે માનવામાં આવે તેા જ સાધ્યની સાધના થઇ શકે છે. કેટલાક મતવાળા હેતુનાં ત્રણ અને પાંચ લક્ષણા જણાવે છે તે પણ દૂષણવાળાં છે ( એ વિષે આગળ ઉપર હેતુના અધિકારમાં જણાવાઈ ગયું છે) માટે જે હેતુવડે સાધ્યની સિદ્ધિ કરવી હોય તેને અનેકાંતવાદની દૃષ્ટિએ અન્વય અને વ્યતિરેક-એમ એ રૂપવાળા માનવા જોઇએ.
*આ ભાગની ટીકામાં ટીકાકારે ફક્ત એક હેતુના જ સ્વરૂપ વિષે તર્કાની પરંપરા કરીને ધણું ઘણું જણાવ્યું છે અને તેમાં પ્રસ ંગ લાવીને સામાન્ય, વિશેષ અને સમવાય વિગેરેનું મજબૂત ખંડન કર્યું છે. આ ભાગમાં વધારે ચર્ચા ‘અનુમાનવાદ' ઉપર થએલી છે અને તે સમજવી અહુ દુ†મ નથી, પણ ગૂજરાતીમાં ઉતારવી મને વિશેષ કિલષ્ટ પડી છે તેથી માત્ર એના તદ્દન સંક્ષિપ્તસાર ઉપર આપ્યા છે.