________________
( ૨પર )--
વિષે બીજા ગ્રંથોમાં પણ આ રીતે કહેવું છે – “જેમ મોરના ઈંડામાં નીલ વિગેરે અનેક વર્ષે રહેલાં છે તેમ એક ઘડામાં જ પરસ્પર ભેળાઇને નામઘટપણું, સ્થાપનાઘટપણું, દ્રવ્યઘટપણું અને ભાવઘટપણું-એ બધા ધર્મો રહેલા છે” “ઘડે એ માટીથી એક જુદો જ પદાર્થ છે, તેની સાથે માટીને અન્વય છે અને ભેદ પણ છે. કિંતુ એકલો ભેદ અને એકલે અન્વય નથી.” “નરસિંહ-અવતારને અડધે ભાગ નર છે અને અડધે ભાગ સિંહ છે–એવા બે ભાગરૂપ એક પદાર્થને અવિભાગપૂણે નરસિંહ કહેવામાં આવે છે” “એ એકલો નર નથી, કારણ કેસિંહરૂપ છે. અને એક સિંહ નથી કારણ કે, નરરૂપ છે; કિંતુ શબ્દ, વિજ્ઞાન અને કાર્યોના ભેદને લીધે એ કઈ જુદો જ અખંડ પદાર્થ છે.” “હેતુમાં ત્રણ રૂપપણું અને પાંચ રૂ૫૫ણું માનનારા વાદીઓ એક પદાર્થના જ સદસપણને શા માટે નથી માનતા ? વળી, જેમ એક જ પુરુષમાં પુત્રપણું, પિતૃપણું વિગેરે અનેક સંબંધે જુદી જુદી અપેક્ષાએ વાંધા વિનાની રીતે ઘટી શકે છે એ જ પ્રમાણે અનેકાંતમાર્ગમાં પણ દ્રવ્યની અપેક્ષાએ બધું એક છે અને પર્યાયની અપેક્ષાએ અનેક છે-એ બધું કોઈ જાતનો વિરોધ આવ્યા વિના જ ઘટી શકે છે. એમ ઘટવાનું કારણ એ છે કે એમાં જુદી જુદી અપેક્ષાઓ અને જુદાં જુદાં નિમિત્તો રહેલાં છે. જે એ બધું એક જ અપેક્ષાએ કે એક જ નિમિત્તને લઈને ઘટાવવામાં આવે તે કદી પણ ન જ ઘટી શકે; કારણ કે વિરોધનું મૂળ તો એક જ અપેક્ષા માં કે એક જ નિમિત્તમાં રહેલું છે. જુદી જુદી અપેક્ષાઓમાં કે જુદા જુદા નિમિત્તોમાં વિરોધનો ગંધ પણ આવી શકતો નથી. જે નિત્યાનિત્યરૂપ અનેકાંત ન માનવામાં આવે તે આત્મામાં સુખ, દુઃખ, નરપણું કે દેવપણું વિગેરે ભાવ પણ ઘટી શકતા નથી, જેમ એક
જ થિર સર્પની ફણવાળી અવસ્થા અને કણ વિનાની અવસ્થા–એ બને -અવસ્થારૂપે પરસ્પર વિરુદ્ધ છે છતાં દ્રવ્યની અપેક્ષાએ એ બેને વિરોધ ટકી શકતો નથી. જેમ એક જ આંગળી વાંકી થાય છે અને સીધી પણ