________________
—(૨૫).
ચિત્તને તેઓ કોઈ અપેક્ષાએ કાઈ ઠેકાણે પ્રમાણુરૂપ માને છે અને કઈ ઠેકાણે અપ્રમાણુરૂપ માને છે. ૪. એક જ પ્રમેયને તેઓ કોઈ અપેક્ષાએ પ્રમેયરૂપ માને છે અને કોઈ અપેક્ષાએ અપ્રમેયરૂપ માને છે. ૫. સવિકલ્પક (વિકલ્પવાળા) જ્ઞાનને તેઓ કોઈ અપેક્ષાએ ભ્રમવાળું માને છે અને કોઈ અપેક્ષાએ ભ્રમ વિનાનું માને છે. ૬. બે ચંદ્રના જ્ઞાનને તેઓ કોઈ અપેક્ષાએ સાચું માને છે અને કેઈ અપેક્ષાએ ખોટું માને છે. ૭. એક જ ક્ષણમાં કેઈ અપેક્ષાએ જન્યપણું માને છે અને કેઈ અપેક્ષાએ જનકપણું માને છે. ૮. એક જ જ્ઞાનના અનેક આકારે માને છે. ૯. વળી, બધા પદાર્થોને જાણનારું એવું બુદ્ધનું જ્ઞાન ચિત્રરૂપ કેમ ન કહેવાય ? એઓને એ ચિત્રરૂપ જ્ઞાનમાં અનેક આકારો માનવા પડે છે. ૧૦. એક જ હેતુમાં અન્વય અને વ્યતિરેકને એઓ તાત્વિક માને છે. એ પ્રકારે વૈભાષિક વિગેરે બૌદ્ધમતના પેટા ભેદો પોતે સ્યાદ્વાદને સ્વીકાર કરતાં છતાં તેમાં વિરોધ બતાવે છે એવી કેવી વાત કહેવાય? - સૌત્રાંતિક બૌદ્ધમતવાળા એક જ કારણને અનેક કાર્યોને કરનારું માને છે. અહીં અમે (જૈન) પૂછીએ છીએ કે જે એક તદ્દન ક્ષણિક કારણે અનેક કાર્યોને ઉત્પન્ન કરે છે તે (કારણુ), એક જ સ્વભાવ વાળું છે કે અનેક સ્વભાવવાળું છે? જો એક જ સ્વભાવવાળું હોય તો એ એક જ કારણ, જુદા જુદા વિભાવવાળાં અનેક કાર્યોને શી રીતે કરી શકે? અથવા જે તે એક જ સ્વભાવવાળું કારણ, અનેક જુદાં જુદાં કાર્યોને કરી શકતું હોય તો એક (નિત્ય) સ્વભાવવાળે એક જ પદાર્થ પણ અનેક કામ કરી શકે છે, એવી માન્યતામાં શી રીતે વધે લઈ શકાય? જો એ માન્યતામાં વધે આવે તે ઉપરની માન્યતામાં પણુ વધે આવે–એમ કેમ ન માની શકાય ? કારણ કે વધે આવવાનાં કારણે બન્નેમાં સરખાં છે. જે કદાચ એમ કહેવામાં આવે કે ‘ત ક્ષણિક અને એક સ્વભાવવાળું પણ કારણ માત્ર નિમિત્તના