________________
( ૨૪૪ )——
કરેલા છે કે કચિત-કોઈ અપેક્ષાએ-કરેલા છે? જો એકાંતે કરેલા છે એમ કહેવામાં આવે તે અનેકાંતની હાનિ ચશે અને કંચિત્ કરેલા છે એ કહેવામાં આવે તે સસારી જવાની પેઠે સિદ્ધોનું સિદ્ધપણું ટળી જશે. આ આક્ષેપને જવાબ આ પ્રમાણે છે:—સિદ્ધોએ પણ પેાતાનાં કર્મના ક્ષય સ્થિતિ, અનુભાગ અને પ્રકૃતિની અપેક્ષાએ કરેલા છે પણ એમણે એવુ તેા નથી જ કર્યું કેકનાં અણુમાત્રનેા સમૂળગે નાશ કરી નાંખ્યા હાય—કાઈની પણ શક્તિ નથી કે કોઇ પણ પ્રકારે પરમાણુએને નાશ કરી શકે, જો એમ પણ થઇ શકતું હાય તેા કેટલાક વખત પછી વસ્તુમાત્રને નાશ થવા જોઇએ અને સંસાર ખાલી જણાવા જોઇએ સિદ્ધોએ ફક્ત એટલું કયુ" કે જે અણુએ એએને ચાંટ્યા હતા, તેનાથી તે છૂટા પડયા, પણ અણુએ તેા પડ્યા જ રહ્યા—સિદ્દો જે અણુએથી છૂટા પડ્યા અને હવે ફરી વાર કદી એવા કાઇપણ પરમાણુની સાથે સંબંધમાં આવવાના નથી-એ જ એક અપેક્ષાએ તે સિદ્ધ થયા છે. અને કહેવાય છે. અને એ રીતે એ બાબતમાં પણ અનેકાંત છે. છેવટ કહેવાનુ કે—અનેકાંતશાસન પ્રામાણિક છે, ષ્ટિ છે અને ખાધ વિનાનું છે.
એ બૌદ્ધ વિગેરે મતવાળા પણ પોતપોતાના મતમાં અનેકાંતવાદને માન આપે છે અને સ્વીકારે છે, પણ અહીં માત્ર શબ્દોથી જ તેની અવગણુના કરતા લાજતા નથી—એ કેવી વાત છે ?
બૌદ્ધ મતવાળા અનેકાંતવાદને કેવી રીતે માને છે તેને પહેલાં અહીં આ પ્રમાણે જણાવે છેઃ— ૧.તે દર્શનરૂપ ( વિકલ્પ વિનાના) ખેલતે કઈ અપેક્ષાએ પ્રમાણુરૂપ માને છે અને કોઈ અપેક્ષાએ અપ્રમાણુરૂપ માને છે. ૨: દર્શન પછી થનારા વિકલ્પમાં કોઈ અપેક્ષાએ સવિકલ્પપણુ માને છે અને કોઈ અપેક્ષાએ અવિકલ્પપણું માને છે. ૩. એક જ
* અહીંથા ટીકાને અક્ષરશઃ અનુવાદ ન આપતાં માત્ર સક્ષિપ્ત સાર આપ્યા છેઃ—અનુ