________________
–( ૨૪૩ )
પાણી પણ કોઈ અપક્ષાએ અનિરૂપ થઈ શકે છે એ હકીકત દૂષણ વિનાની છે. તથા તમે (એકાંતમાર્ગવાળાએ જે પ્રમાણબાધ અને અસંભવ એવા બે દેષો આપેલા હતા તે પણ બરાબર નથી, કારણ કે
જ્યાં વસ્તુનું અમત ધર્મપણું પ્રમાણેથી પુરવાર થઈ ચૂકયું છે ત્યાં વળી પ્રમાણુ-બાધ કેવો? અને જ્યારે એ પ્રકારનું વરતુવરૂપ પ્રમાણથી નજરોનજર નક્કી થયું છે ત્યારે વળી અસંભવ પણ કેવો? જે વસ્તુ નજરે જેએલી હોય એમાં કદી પણ અસંભવ હોઈ શકે જ નહિ–જે એમાં પણ અસંભવ આવતું હોય તો પછી એ કયાં નહિ આવે ? માટે ખરી રીતે વિચાર કરતાં અનેકાંત–માર્ગમાં એક પણ દેષ આવી શક્ત નથી અને ઘટી શકત પણ નથી. વળી, જે અનેકાંતમાર્ગને વગોવા માટે કહેવામાં આવે છે કે “ એ માર્ગમાં તે પ્રમાણ પણુ અપ્રમાણ થશે, સર્વિસ પણ અસર્વજ્ઞ થશે અને સિદ્ધ પણ અસિદ્ધ થશે” ઈત્યાદિ. તે પણ બરાબર નથી; કારણ કે પ્રમાણ પણ પિતાની હદમાં જ પ્રમાણરૂપ છે અને પરહદમાં અપ્રમાણુરૂપ છે, એમ અનેકાંત માર્ગવાળા માને
જ છે. સર્વજ્ઞ પણ પિતાના પણ પૂર્ણ જ્ઞાનની અપેક્ષાએ સર્વજ્ઞ છે અને -સંસારી જીવના જ્ઞાનની અપેક્ષાએ અસર્વજ્ઞ છે. જે સંસારી જીના જ્ઞાનની અપેક્ષાએ પણ એ, સર્વજ્ઞ થઈ શકતો હોય તે પછી સંસારી છ જ શા માટે સર્વજ્ઞ નથી લેખાતા ? અથવા એ સર્વજ્ઞ જ સંસારી છો જેવો શા માટે નથી ગણતો? સિદ્ધ પણ પોતાના કર્મ-પરમાણુના સંયોગની અપેક્ષાએ સિદ્ધ છે, નહિ કે બીજે જીવના કર્મ-પરમાણુઓના સંયોગની અપેક્ષાએ એ અપેક્ષાએ તો એ, અસિદ્ધ છે. જો આ બીજી અપેક્ષાએ પણ એ, સિદ્ધ કહેવાતા હેય તે જીવ માત્ર જે સિદ્ધ થવા જોઈએ. એ જ પ્રકારે અનેકાંતમાર્ગ ઉપર બીજાઓએ કરેલા આક્ષેપ જેવા કે કર્યું પણ ન કર્યું' “કહ્યું પણ ન કહ્યું “ખાધું પણ ન ખાધું? ઇત્યાદિ છે. તે પણે બધા નકામા અને અયુકત સમજી લેવાના છે. વળી, જે એમ કહેવામાં આવે કે સિદ્ધોએ જે કર્મને ક્ષય કરે છે તે એકાતે