________________
( ૨૪૨ )
–
પેલા બીજાપણામાં અને અભવ્ય અને સંસારના સહવાસમાં અનવસ્થાનું દૂષણ લાગી શકતું નથી તેમ સવમાં પણ બીજા સર્વેની કલ્પના કરતાં અનવસ્થાને ડાઘ બેસી શકતું નથી. એ જ પ્રકારે નિત્ય અને અનિત્ય વિગેરેની ચર્ચામાં પણ અનવસ્થા આવી શકતી નથી, એમ સમજી લેવાનું છે તથા વ્યધિકરણ નામનું દૂષણ પણ આવી શકતું નથી; કારણ કે જેમ એક જ ફળમાં રૂપ અને રસ બને રહે છે તેમ એક જ વસ્તુમાં સત્તા અને અસત્વ બને રહે છે એમ પ્રત્યક્ષપણે જાણી શકાય છે. તથા સંકર અને વ્યતિકર નામના દેષો પણ આવી શકતા નથી, કારણ કે જેમ મેચકજ્ઞાન એક છે છતાં તેના સ્વભાવ અનેક છે તે પણ તેમાં એ દેષ નથી લાગતા તેમ એક વરતુમાં અનેક ધર્મો હોય તો પણ એને એ દેષ કેમ લાગી શકે? વળી, અનામિકા આંગળી એક જ વખતે ટચલી આંગળીની અપેક્ષાએ નાની અને વચલી આંગળીની અપેક્ષાએ મોટી હોય છે અર્થાત એમાં એક જ વખતે બે વિરુદ્ધ ધર્મો રહેલા એ પ્રત્યક્ષરૂપ છે તે પણ એમાં સંકર કે વ્યતિકર આવી શક્તિ નથી તેમ અહીં પણ એ શી રીતે આવી શકે ? વળી, આગળ જે એમ કહેવામાં આવ્યું હતું કે, અનેકાંતવાદની રીતે પાણી અનિરૂપે થઈ જશે અને અગ્નિ પાણીરૂપે થઈ જશે–અને એ રીતે વ્યવહારનો નાશ થશે, તે પણ બરાબર નથી. અમે (જેને) તે એમ કહીએ છીએ કે, પાણી પાણીરૂપે સત્ છે અને બીજા રૂપે અસત છે–એમાં એવી કઈ બાબત આવે છે કે જેથી વસ્તુનું વસ્તુપણું બદલાઈ જાય કે ટળી જાય એ રીતે માનવામાં તે ઊલટું વસ્તુ સ્વરૂપ વધારે ચક્કસ થાય છે અને સૌ કઈ અમે કહીએ છીએ તેમ માને પણ છે–શું કઈ પણું પ્રામાણિક એમ માને છે કે પાણી બીજારૂપે પણ રહે છે ખરૂં? વળી, ભૂતકાળ અને ભવિષ્યકાળની અપેક્ષાએ પાણીના પરમાણુઓ અનિરૂપે પરિણમેલા કે પરિણમવાના હેય તે તેઓ પણ અનિરૂપ શા માટે ન ગણાય? અને ઉના પાણીમાં કાંઈ અગ્નિનો અંશ છે એમ માનવામાં પણ આવે છે એટલે