________________
(૨૮૬)
ભેદને લીધે જુદાં જુદાં કાર્યો કરી શકે છે, તે તે જ સમાધાન, એક સવભાવવાળા નિત્ય પદાર્થમાં પણ લાગુ થઈ શકે છે. હવે એ ક્ષણિક કારણને જુદા જુદા સ્વભાવવાળું માનવામાં આવે અને તેવાં અનેક જુદા જુદા કાર્યોની ઉત્પત્તિ માનવામાં આવે તે એ જ પ્રકારે નિત્ય-. પદાર્થ સંબંધે પણ કેમ ન માની શકાય ? કદાચ એમ કહેવામાં આવે કે–નિત્ય પદાર્થ જુદા જુદા સ્વભાવવાળો કેમ થઈ શકે ? તેને જવાબ આ છે –જેમ તદ્દન ક્ષણિક અને અંશ વિનાને પદાર્થ જુદા જુદા સ્વભાવવાળો થઈ શકે છે તેમ જ તન નિત્ય પદાર્થ પણ જુદા જુદા સ્વભાવવાળો થઈ શકે છે. એ પ્રકારે જે જે દૂષણો એકાંત અનિત્યવાદમાં આવે છે તે જ દૂષણે એકાંત નિત્યવાદમાં પણ આવે છે, માટે એ જાતના તદ્દન એકાંતનો પરિત્યાગ કરી પદાર્થ માત્રને બને રૂપે—કાઈ અપેક્ષાએ નિત્યરૂપે અને કોઈ અપેક્ષાએ અનિત્યરૂપે-માનવા એ જ યુક્તિયુક્ત છે, એ રીતે માનવાથી ઉપર જણાવેલું એક પણ દૂષણ અનેકાંતવાદને લાગી શકતું નથી. વળી, માત્ર જ્ઞાનને જ માનનારા બૌદ્ધો જ્ઞાનના અને પદાર્થના આકારને એક માને છે અને ગ્રાહ્ય (પદાર્થ) તથા ગ્રાહક(જ્ઞાન)ના આકારને જ્ઞાનથી જુદા જુદા માને છે–એ રીતે માનીને તેઓ અનેકાંતવાદને નિષેધ શી રીતે કરી શકે ? વળી.
એક જ જ્ઞાન, કોઈ અપેક્ષાએ અનુભૂત છે અને કેઈ અપેક્ષાએ અનનુભૂત ' છે–એ રીતનો જ્ઞાનને લગતા અનેકાંતવાદ શી રીતે ઓળવી શકાય ? કારણ કે જ્ઞાનનું ગ્રાહ્ય અને ગ્રાહકના આકારથી રહિતપણું કદી પણ અનુભવાતું નથી. અને એની (જ્ઞાનની) સંવેદનરૂપતાને અનુભવ સૌ કોઈને થાય છે માટે જ્ઞાનમાં અનુભૂતપણું અને અનુભૂતપણું એ બે વિરુદ્ધ ધર્મો રહેલા છેએમ બૌદ્ધોને માનવું પડે છે. વળી, એ જ જ્ઞાનને વિક૯૫૨૫ અને વિકલ્પરૂપ રહિત એમ બે રીતે માને છે તેથી એવી માન્યતાવાળે અને કાંતવાદની સામો શી રીતે થાય? પદાર્થના આકારને ધારણ કરતું અને એક સાથે અનેક અર્થોને પ્રકાશ કરતું એવું ચિત્રવિચિત્ર જ્ઞાન યાધા