________________
(૨૪૦
––
એ બને સ્પર્શી રહેતા હોવાથી એમ તે ન જ કહી શકાય કે “એક જ સમયે, એક વસ્તુમાં અને એક જ ઠેકાણે એ બન્ને ન રહેતા હોવાથી વિરોધ આવે છે. વળી, એક જ પુરુષમાં જુદી જુદી અપેક્ષાએ લઘુપણું, ગુરૂપણું, વૃદ્ધપણું, બાળપણું, યુવાનપણું, પુત્રપણું, પિતાપણું, ગુરૂપણું અને શિષ્યપણું વિગેરે પરસ્પર વિરોધ ધરાવનારા અનેક ધર્મો એક જ સમયે રહી શકે છે અને એ રીતે સૌ કોઈ અનુભવે પણ છે. માટે “એક જ પદાર્થમાં અનેક વિદ્ધ ધર્મે કેમ ઘટી શકે? એ જાતના પ્રશ્નને અવકાશ નથી. જેમ એક પુરુષમાં અનેક વિરુદ્ધ ધર્મો ઘટી શકે છે તેમ દરેકે દરેક પદાર્થમાં સત્પણું, અસપણે નિત્યપણું, અનિત્યપણું, સામાન્ય અને વિશેષ વિગેરે પરરપર વિરોધ ધરાવનારા ધર્મો પણ જુદી જુદી અપેક્ષાએ ઘટી શકે છે માટે એમાં કોઈ પ્રકારના વિરોધને ગંધ પણ આવી શકતા નથી. વળી, તમે જે “સંશયનું દૂષણ લગાડ્યું તે પણ બરાબર નથી; કારણ કે વસ્તુમાત્રમાં રહેલું સત્વ અને અસત્ત્વ તદ્દન સ્પષ્ટપણે જાણી શકાય એવું છે માટે વસ્તુના સ્વરૂપમાં સંદેહને પણ સ્થાન મળે તેમ નથી–એ (સંશય) તે ત્યારે જ થઈ શકે, જ્યાં સ્પષ્ટતાપૂર્વક ખ્યાલ ન આવી શકતે હેય. તમે જે અનવરથાને દોષ બતાવ્યું તે પણ બરાબર નથી. કારણ કે સત્ય અને અસત્વ વિગેરે વસ્તુના જ ધર્મો છે, એ કાંઈ ધર્મના ધર્મો નથી. ધર્મોને ધર્મો હેતા નથી” એમ કહેલું છે. વળી સત્વ અને અસત્વ વસ્તુના જ ધર્મો છે એમ એકાંતપૂર્વક કહેવાથી અનેકાંતવાદને કશી પણ હાનિ થવાની નથી; કારણ કે વિશુદ્ધ એકાંત સિવાય અનેકાંતવાદ પણ સંભવી શકતું નથી. નયની અપેક્ષાઓ જાણવામાં આવેલા એકાંતરૂપ નિર્ણને પ્રમાણુની અપેક્ષાએ અનેકાંતરૂપ કહેવામાં આવે છે અને એ હકીકતમાં કોઈ પ્રકારને દોષ પણ જણાતો નથી. વળી, પ્રમાણુની અપેક્ષાએ ઠરાવેલી સકતામાં પણ સત્ય અને અસત્તવની કલ્પના કરવામાં આવે તો તેમાં પણ કાંઈ વાં જણાતું નથી. એમાં જે અનવરથા જણાવવામાં આવી છે તે કાંઈ દૂષણરૂપ નથી, એ