________________
(૨૩૯)
દૂષણે અનેકાંતવાદને લગાડવામાં આવ્યાં છે તે બધાં ખોટાં છે અને તેને બેટાં કરવાની યુક્તિ આ પ્રમાણે છે–પહેલું તે એ કે–ઠંડક અને તાપની પેઠે સકૂપ અને અસદ્રપ એ બને ધર્મો એક બીજા કઈ જાતને વિરોધ જ ધરાવતા નથી; કારણ કે એ બંને એક જ વખતે એક જ વસ્તુમાં રહી શકે છે–જ્યારે ઘડારૂપે ઘડે સત છે ત્યારે જ એ ઘડ કપડારૂપે સત નથી–અસત, છે માટે એમાં કશા પ્રકારનો વિરોધ આવે તેમ નથી. જેમ એક કેરીમાં રૂપ જુદું હોય છે અને રસ જુદો હેય છે–એમાં કશ વિધિ ગણુ નથી તેમ અહીં પણ સમજી લેવાનું છે. વળી, અહીં વિરોધ આવવાનાં કયા કયા કારણો છે? શું માત્ર જુદા જુદા સ્વરૂપથી વિરોધ આવે છે? એક કાળે ન રહેવાથી વિરોધ આવે છે? એક વરતુમાં ન રહેવાથી વિરોધ આવે છે ? એક કાળે એક વસ્તુના એક સરખા ભાગમાં ન રહેવાથી વિરોધ આવે છે? જે માત્ર જુદા જુદા સ્વરૂપને લીધે વિરોધ આવતો હોય તે વસ્તુમાત્ર જુદા જુદા સ્વરૂપવાળી હોવાથી પરસ્પર વિરોધવાળી થવી જોઈએ અને એમ થવાથી સંસારમાં એક પણ પદાર્થ ન રહેવું જોઈએ. અને સ્પર્શે–ઠડે અને ઉને સ્પર્શ–જુદે જુદે ઠેકાણે એક જ સમયે રહી શકે છે માટે એક કાળે ન રહેવાથી વિરોધ આવે છે” એ કથન પણ બરાબર નથી. એ બને સ્પર્શે એક જ વસ્તુમાં જુદે જુદે સમયે રહેતા હોવાથી “એક વસ્તુમાં ન રહેવાથી વિરોધ આવે છે ? એ વાત બરાબર નથી. ધૂપધાણુંમાં અથવા કડછીમાં એક જ સમયે એ બને સ્પર્શે રહેતા હેવાથી “એક કાળે એક વસ્તુમાં ન રહેવાથી વિરોધ આવે છે” એ હકીકત પણ બેટી છે. તથા એક જ લોઢાના ધગધગતા વાસણમાં જયાં સ્પર્શની અપેક્ષાએ ઉષ્ણુતા છે ત્યાં જ રૂપની અપેક્ષાએ ઠંડક છે. જે રૂપની અપેક્ષાએ પણ ઉષ્ણુતા હેય તે જોનારાઓની આંખો બળવી જોઈએ, પણ તેમ થતું નથી માટે એમ માનવું યુક્તિયુક્ત છે કે રૂપની અપેક્ષાએ ઠંડક છે–એ પ્રકારે એક જ પદાર્થમાં અને એક જ સમયે