________________
( ર૩૮ )––
પણ વસ્તુ સલૂપ છે કે અસદ્રુપ છે? એ રીતે પ્રશ્નોની પરંપરા થયા કરશે અને એક પણ પ્રશ્નને આરે આવશે નહિ માટે એ રીતે માનવામાં તો ચકખી અનવસ્થા (-અવસ્થા વિનાની સ્થિતિ) જ છે. એ જ પ્રકારે જે અંશે વસ્તુને ભેદ માનવામાં આવે છે તે અંગે જે ભેદ જ માનવામાં આવે વા તે જ અંશે ભેદ અને અભેદ એમ બને માનવામાં આવે તો પણ ઉપર પ્રમાણે દૂષણો આવે છે. અને એ જ રીતે નિત્ય-અનિત્ય તથા સામાન્ય-વિશેષના પક્ષો પણ દૂષણવાળા છે એ પ્રકારે એકાંતમાર્ગમાં અનવસ્થા દૂધણુ લાગુ થાય છે. તથા, વસ્તુની સપતાને જુદે આધાર અને અસદ્રપતાને જુદે આધાર–એમ બે આધાર થવાથી વ્યધિકરણ નામનું દૂષણ લાગુ થાય છે. તથા જે રૂપે 'વસ્તુની સપતા છે તે જ રૂપે વસ્તુની સપતા અને અસપતા બને છે એ જાતને સંકર દેવ પણુ લાગુ થાય છે; કારણ કે એક સાથે બેના મેળાપને સંકર કહેવામાં આવે છે. વળી, જે રૂપ વસ્તુ સદ્રપ છે તે રૂપે અસદ્રપ પણ છે અને જે રૂપે અસદ્ધપ છે તે રૂપે સપ પણ છે. એમ માનવાથી -વ્યતિકર નામનું દૂષણ પણ લાગુ થાય છે, કારણ કે વિષયમાં એક બીજાના મળી જવાને વ્યતિકર કહેવામાં આવે છે. તથા પદાર્થમાત્રમાં અનેકાંતવાદ માનવામાં આવશે તે પાણીને અગ્નિરૂપ થવાને અને અગ્નિને પાણીરૂપ થવાને પ્રસંગ ઊભો થશે અને એમ થવાથી વ્યવહારને લેપ થઈ જશે-એ રીતે વ્યવહારલેપ નામનું છઠું દૂષણ પણ લાગુ થાય છે. વળી, છેવટે અમે(જૈન સિવાયના) એમ પણ કહીએ છીએ કે–અનેકાંતવાદ પ્રમાણેથી પણ બાધ પામે તે છે માટે જ એમાં પ્રમાણ–બાધ નામને દોષ લાગુ થાય છે. તથા, કોઈ એક જ વસ્તુ અનંત ધર્મવાળી હોય એ અસંભવિત છે માટે અનેકાંતવાદમાં અસંભવ નામનું દૂષણ પણ લાગુ થાય છે. એ રીતે અનેકાંતવાદમાં એટલાં બધાં દૂષણે આવતાં હોવાથી તેને સાચે શી રીતે માની શકાય? માટે કઈ પ્રકારે અનેકાંતવાદનું ગ્રહણ થઈ શકે તેમ નથી. ઉપર જે જે