________________
——( ૨૩૭ ) કે એ અનુભવ તદ્દન નિર્દોષ છે, એવો અનુભવ સૌને થાય છે અને યુક્તિયુક્ત હોવાથી સૌ તેને કબૂલ કરી શકે તેમ છે. હવે કદાચ એમ કહેવામાં આવે કે-જેમ ઠંડક અને તાપ બન્ને તદ્દન વિરુદ્ધ હોવાથી એક સાથે રહી શકતાં નથી તેમ સતપણું અને અસત્પણું, નિત્યપણું અને અનિત્યપણું વિગેરે પરસ્પર વિરોધ ધરાવનારા ધર્મો એક જ પદાર્થમાં શી રીતે રહી શકે? જે વરતું સત હોય એ, અસત શી રીતે હેય? અને જે વસ્તુ અસત હેય એ, સત શી રીતે હોય ? જે વળી, સત્ત્વને અસવરૂપ અને અસવને સવરૂપ માનવામાં આવતું હોય તે વ્યવહાર માત્રને નાશ થશે—કોઈ પણ પદાર્થના સ્વરૂપનું ઠેકાણું જ નહિ રહે. આ જ હકીકત એક જ પદાર્થને નિત્ય અને અનિત્ય માનવામાં પણ લાગુ થઈ શકે છે–જે વસ્તુ નિત્ય હોય એ, અનિત્ય શી રીતે હોઈ શકે? અને જે વસ્તુ અનિત્ય હાય એ, નિત્ય શી રીતે હોઈ શકે? આ પ્રકારે અનેકાંતવાદમાં વિરોધનું દૂષણ આવતું જણાય છે. એ ઉપરાંત આ બીજાં પણ આઠ દૂષણે આવે છે–એક સંશય, બીજું અનવસ્થા, ત્રીજું વ્યધિકરણ, ચોથું સંકર, પાંચમું વ્યતિકર, છઠું વ્યવહારલેપ, સાતમું પ્રમાણબાધ અને આઠમું અસંભવ. એમાં સંશય દેષ આ પ્રમાણે લાગુ થાય છે –વસ્તુનાં બને રૂ૫ એટલે સપ અને અસતૂપ એમ બે સ્વભાવ માનવામાં આવે ત્યારે એને (વસ્તુને) સ્વભાવ અમુક જ છે. એ નિર્ણય તે થઈ શકતું નથી, અને એમ હોવાથી એ સપ છે કે અસકૂપ છે” એવી શંકા બની રહે છે. બીજું અનવસ્થા દૂષણ આ પ્રમાણે લાગુ થાય છે –વસ્તુને જે અંશે સફૂપ માનવામાં આવે છે તે અંશે જે વસ્તુ સદ્રપ જ હોય તો એકાંત-વાદ જેવી વાત થવાથી અનેકાંતમાને હાનિ થશે અને જો એમ માનવામાં આવે છે જે અંશે વસ્તુને સંતૃપ માનવામાં આવે છે તે જ અંશે વસ્તુને સકૂપ અને અસકૂપ પણ માનવામાં આવે છે તે એમાં પણ પ્રશ્ન થાય તેમ છે કે જે અંશે વસ્તુને સકૂપ અને અસલૂપ માનવામાં આવે છે તે અંશે