________________
–––(ર૩૧)
એના મૂળરૂપે–દ્રવ્યરૂપે–સ્થિર રહે છે અને એના આગળના આકાર નાશ થઈ, એ નવા આકારને ધારણ કરે છે અર્થાત પદાર્થમાત્રમાં ઉત્પત્તિ, સ્થિતિ અને નાશ એ ત્રણે વાનાં તદ્દન સરળ રીતે ઘટી રહે છે–એમાં કઈ જાતનું દૂષણ લાગતું નથી. હવે એમ પૂછવામાં આવે કે, એ ઉત્પત્તિ, સ્થિતિ અને નાશ—એ ત્રણે વાનાં પરસ્પર તદ્દન જુદાં જુદાં છે કે નહિ? એના જવાબમાં જે એમ કહેવામાં આવે છે, એ ત્રણે વાનાં પરસ્પર તદ્દન જુદાં જુદાં છે તે પછી એક જ પદાર્થમાં એ ત્રણે વાનાં શી રીતે ઘટી શકે ? અને કદાચ એમ કહેવામાં આવે કે એ ત્રણે વાનાં પરસ્પર એકરૂપ છે તે પણ એક જ પદાર્થમાં એ ત્રણે વાનાં શી રીતે રહી શકે? કારણ કે, એ ત્રણે વાનાં એકરૂપ છે માટે એને બે ત્રણ વાનાં જ ન કહી શકાય. એ રીતે ઉત્પત્તિ, સ્થિતિ અને નાશ એ ત્રણેને પરસ્પર
ક્યા પ્રકારનો સંબંધ છે? તેને ખુલાસે મળી શકતો નથી. એ ત્રણેના પરસ્પરના સંબંધને ખુલાસો આ પ્રમાણે છેઃ–એ ત્રણે ધર્મો પરસ્પર કાંઈ તદ્દન જુદા જ છે એમ નથી અને પરસ્પર કાંઈ તદ્દન એક જ છે એમ પણ નથી. એ ત્રણે વચ્ચે તે કોઈ અપેક્ષાએ જુદાઈ છે અને કેઈ અપેક્ષાએ એકતા પણ છે. જેમ એક જ ઘડામાં રહેનારાં રૂપ, રસ, ગંધ અને સ્પર્શ વિગેરે પરસ્પર જુદાં જુદાં હોય છે તેમ એક જ પદાર્થમાં રહેનારા ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશ એ ત્રણે પણ પરસ્પર જુદા જુદા હોઈ શકે છે, કારણ કે–એ ત્રણેનાં સ્વરૂપે તદ્દન જુદાં પ્રકારનાં છે –ઉત્પત્તિ એટલે ક્યાતી ધારણ કરવી, સ્થિતિ એટલે કાયમ રહેવું અને નાશ એટલે હયાતીનો ત્યાગ કરી દેવ–આ રીતે એ ત્રણેનાં સ્વરૂપ જુદાં જુદાં હોવાથી એ ત્રણે પરસ્પર જુદાં જુદાં છે એમ સૌ કોઈ જાણી શકે છે. હવે કદાચ એમ કહેવામાં આવે કે–એ ત્રણેનાં ઉપર જે સ્વરૂપ જણાવ્યાં છે તે ઉપરથી એમ જાણું શકાય છે કે-એ ત્રણે પરસ્પર એકે બીજાની ગરજ (અપેક્ષા) રાખતા નથી અને એમ છે માટે જ એ ત્રણે પરસ્પર તક્ત જુદા જુદા જ છે એમ શા માટે ન કહેવાય ? જે જે