________________
( ૨૩૨ )
–
પદાર્થો પરસ્પર એક બીજાની ગરજ નથી રાખતા તે બધા તદ્દન જુદા જુદા જ હોય છે અને એ જ પ્રકારે આ ત્રણે પણ પરસ્પર તદ્દન જુદા જુદા કેમ ન હોઈ શકે? વિચાર કરતાં જાણી શકાય છે કે-આ પ્રશ્ન જ તદ્દન નકામે છે; કારણ કે એ ત્રણેનાં લક્ષણ (સ્વરૂપે) પરસ્પર તદ્દન જુદાં જુદાં છે તે પણ એ ત્રણે આ પ્રમાણે પરસ્પર ગરજવાળા છે. સ્થિતિ અને નાશ વિના એકલે ઉત્પાદ (ઉત્પત્તિ) રહી શકતું નથી, સ્થિતિ અને ઉત્પત્તિ વિના એકલે વિનાશ ટકી શકતો નથી–એ જ પ્રકારે ઉત્પત્તિ અને વિનાશ વિના સ્થિતિ પણ ટકી શકતી નથી–એ રીતે ત્રણે પરસ્પર એક બીજાના મેં સામું તાકીને જ જીવનારા છે માટે એ ત્રણે પરસ્પર ગરજ રાખીને એક જ વસ્તુમાં રહી શકે એમ છે. એમ માનવામાં કોઈ વાં જણું નથી. એથી જ એક પદાર્થને પણ એક સાથે ત્રણ ધર્મોવાળો કહેવામાં કશી હરકત જણાતી નથી. વળી, બીજે ઠેકાણે આ પ્રમાણે જણાવ્યું છે –“સેનાને ઘડે તૂટી ગયો તેથી રાજપુત્રીને શેક થયે, એ તૂટેલા ઘાને મુગટ કરાવ્યો એથી રાજપુત્રને આનંદ થયો અને એ પૂર્વના તથા પછીના ઘાટમાં સેનું તે કાયમ રહ્યું જાણીને રાજા પોતે તટસ્થ જ રહ્યો અર્થાત અહીં પૂર્વના–આકારનો નાશ થયે, ને આકાર ઉતપન્ન થયો અને એ બને આકારમાં સ્થાયી રહેનારું મૂળ-દ્રવ્ય-(સોનું)-તદ્દન ધ્રુવ રહ્યું. એ ઉપરથી જ જાણી શકાય છે કે એક જ પદાર્થમાં એ ત્રણે ધર્મો રહી શક્યા છે અને એ જ પ્રમાણે પદાર્થ માત્રમાં એ ત્રણે ધર્મો રહી શકે છે એ અનુભવસિદ્ધ હકીકત છે.” “ઘડાના અર્થીને એને નાશ થવાથી શોક થયે, મુગટના અર્થીને એની ઉત્પત્તિ થવાથી આનંદ થયો અને સોનાનો અથ એના સ્થાયીપણુથી તટસ્થ રહ્યો–એ બધું સહેતુક થયું છે.” “દૂધના વ્રતવાળા દહિં ખાત નથી, દહિંના વતવાળો દૂધ ખાતે નથી અને જેને ગેરસની બાધા છે તે તે એ બન્નેને ખાતે નથી માટે વસ્તુમાત્રમાં ત્રણ ધર્મો છે જે ભાઈ, એ પ્રમાણે નથી માનતા તેને આ પ્રમાણે પૂછવું જોઈએ –જ્યારે ઘડાનો નાશ થાય છે ત્યારે શું