________________
(૨૩૦ )––
મૂળદ્રવ્ય પણ નખની પેઠે બદલ્યા કરે છે અને એ, એનું એ લાગે છે” તે નખની જેવું ભ્રમવાળું છે ? કોઈ પણ મનુષ્ય એમ માનતા નથી કે, સોનાની કંઠી ભાંગી કડું કરાવ્યા પછી તેનું બદલી જાય છે–એની જગ્યાએ બીજું જ સેનું આવે છે, કિંતુ સૌ કઈ સેનાના અનેક ઘાટ ઘડાવ્યા પછી પણ સોનાની એકરૂપતાને જ એક અવાજે કબૂલ કરે છે માટે કોઈ રીતે પણ દ્રવ્યને નાશ ઘટી શકતો નથી અને એને માને એ પણ અનુભવ અને વ્યવહાર વિરુદ્ધ છે, અર્થાત્ દ્રવ્યરૂપે તે પદાર્થમાત્ર રિથર જ રહે છે અને એના આકારો બદલ્યા કરે છે-નવા થાય છે અને આગળના-જૂના-નાશ પામે છે-એ હકીકતમાં કોઈ જાતનું દૂષણ જણાતું નથી, કારણ કે, સૌ કોઈને એવો જ અનુભવ થાય છે, શકે છે અને થયા કરે છે. હવે કદાચ કોઈ એમ કહે કે–ળા શંખમાં જેમ પીળા રંગનું ભાન થાય છે અને તે ખોટું છે તેમ વરતુમાં થતા ફેરફારે, જેને અહીં પર્યાયે કહેવામાં આવ્યા છે તે, એ શંખના પીળા રંગની પેઠે ખોટા જ શા માટે ન હોય? એને ઉત્તર આ પ્રમાણે છે – શંખમાં જે પીળા રંગનું ભાન થાય છે, તે કાંઈ સૌ કોઈને થતું નથી, એ તો માત્ર જેને કમળાને રોગ થયે હેય એને જ થાય છે માટે એ ભ્રમવાળું છે–એ વાતને સૌ કોઈ માને છે. કિંતુ સેનાની કંઠીનું કડું થયું, કડાની વીંટી થઈ, વીંટીને વેઢ થયે અને વેઢનું માદળિયું થયું -- એ રીતે સેનાના જે અનેક ઘાટ થયા કરે છે, આગળના ઘાટને. નાશ થઈ–એને સ્થાને નવા ઘાટે આવ્યા કરે છે–એને તે આખું જગત એક સરખી રીતે જાણે છે, માને છે અને અનુભવે છે માટે એ અનુભવને શખના ઉદાહરણથી કોઈ પણ રીતે ખોટો પાડી શકાય એમ નથી—એ જ પ્રકારે જીવમાં હર્ષ, શક, ઉદાસીનતા અને ક્રોધ વિગેરે નવાનવા રંગો આવે છે એમ પણ સૌ કોઈ અનુભવે છે માટે એ બધું ફેરફારનું જ્ઞાન કેઈ જાતની ભૂલવાળું નથી, કારણ કે, “એ ભૂલવાળું છે” એમ કઈ રીતે સાબિત થઈ શકતું નથી, એથી કરીને પદાર્થ માત્ર