________________
——( ૨૨
)
જણવેલે પ્રશ્ન ત્યારે જ ઉડી શકે અને એમાં જણુવેલાં દૂષણે પણ ત્યારે જ લાગુ થઈ શકે, જ્યારે વસ્તુથી એ ઉત્પાદ વિગેરે તદ્દન જુદા હોય અને એ બધા, વસ્તુમાત્રામાં પાછળથી આવતા હોય. પરંતુ અહીં તે વસ્તુસ્થિતિ એવી નથી માટે ઉપરને પ્રશ્ન કે એક પણ દૂષણ લાગુ થઈ શકતું નથી. અહીં અમે તે એમ જણાવીએ છીએ કે જે વસ્તુ, ઉત્પત્તિરૂપ, સ્થિતિરૂ૫ અને નાશરૂપ હોય એ જ હયાતી ધરાવી શકે છે અને એવી જ વસ્તુ હયાતી ધરાવવાને લાયક છે, માટે અમારા આ કથનમાં કઈ જાતનું દૂષણ કે પ્રશ્ન થઈ શકતાં જ નથી. કોઈ પણ પદાર્થ પિતાનું પિતાપણું ગુમાવત નથી અને એમાં નવું પેતાપણું આવતું નથી અર્થાત મૂળદ્રવ્યની અપેક્ષાએ કોઈ વસ્તુની ઉત્પત્તિ કે નાશ થઈ શક્તાં નથી. જેમ ઘડાનું મૂળરૂપ મારી છે, હવે તે પુરી જાય તે પણ માટીને નાશ થતો નથી તેમ એ માટીરૂપ હોવાથી એમાં એ, કાંઈ નવું આવ્યું નથી-ઘડાના થતાં અનેક રૂપાંતર એનું મૂળરૂમાટીરૂપ-કાયમ કળાયા કરે છે માટે એમ માનવું જોઈએ કે કદી પણ મૂળદ્રવ્યનો નાશ થતો નથી. માત્ર જે બદલે છે તે આકાર જ છે. -હવે કદાચ કોઈ એમ કહે કે જેમ એક વાર નખ ઉતરાવ્યા પછી પાછા ફરી વાર નખ ઉગે છે અને આપણને એમ લાગે છે કે એ નખ એનો એ છે. તેમ મૂળ દ્રવ્ય પણ બદલ્યા જ કરે છે, પરંતુ એના રૂપ વિગેરે સરખે -સરખાં હોવાથી આપણે એ નખની પેઠે ભ્રમિત બનીએ છીએ કે, એનું એ મૂળદ્રવ્ય છે અર્થાત્ નખની જ પેઠે મૂળ દ્રવ્યને પણ નાશ થઈ જાય છે માટે મૂળદ્રવ્યને સ્થાયી શી રીતે મનાય ? એનો જવાબ આ પ્રમાણે છે -એ નખનું ઉદાહરણ તે તદ્દન ખોટું છે–એ નખ તો કપાઈ ગયા પછી બીજે જ આવે છે એમ સૌ કોઈ જાણે છે માટે “નવા નખને પણ એનો એ જ નખ માન ” એ મોટી ભૂલ છે. અહીં તે દ્રવ્યરૂપ મૂળને કદી પણ નાશ થતા અને એની જગ્યાએ બીજું મૂળ આવતું કોઈએ જાણ્યું, જોયું કે અનુભવ્યું નથી માટે એમ શી રીતે કહેવાય છે,