________________
( ૨૨૮ )....'
સમાયા હોય તે જ વસ્તુ સદ્રપ છે અને એ માટે જ આગળ એમ કહ્યું છે કે પ્રમાણને વિષય અનંત ધર્મવાળી વસ્તુ છે.
જે જે વરતુ સપ છે-જે જે વરતુ હયાતી ધરાવે છે તે બધી-- માં ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશ એ ત્રણ ધર્મો હોવા જ જોઈએ—એ. ત્રણે ધર્મો હોય તે જ વસ્તુ માત્ર હયાતી ધરાવી શકે છે–એ સિવાય કદી પણ એક પણ વસ્તુ હયાતી ધરાવવાને લાયક નથી. જે વસ્તુ પહેલાં તદન હયાતી વિનાની હોય એટલે કોઈ પણ કાળમાં, કઈ પણ જગ્યામાં અને કઈ પણ રીતે જે વરતુ હયાત જ ન હોય અર્થાત વાંઝીયાના પુત્ર જેવી તદ્દન અસત્ હેય તેમાં પાછળથી હયાતી ધરાવવાની લાયકાત એટલે સક૫૫ણું આવી શકતું નથી. જે એવી વરતુમાં પણ હયાતી ધરાવવાની લાયકાત આવી શકતી હોય તે સસલાનાં શિંગડાં પણ કઈ વખતે હયાતી ધરાવવાને લાયક થવાં જોઈએ–આકાશની કળીમાંથી પણ કઈ વખતે સુગંધ આવવી જોઈએ અને વાંઝણીના પુત્રનું પણ કઈ વખતે પરણેતર થવું જોઈએ. પરંતુ એમ થતું અત્યાર સુધી કેઈએ જોયું કે જાણ્યું નથી, માટે તદ્દન હયાતી વિનાની વસ્તુમાં પાછળથી હયાતી ધરાવવાની લાયકાત આવી શકતી નથી. હવે જે વસ્તુમાં હયાત રહેવાને ધમ રહેલે જ છે તે વસ્તુમાં ફરી વાર ઉપાદ વિગેરે કલ્પવાં ઉચિત જણાતા નથી. જે એવી વસ્તુમાં પણ ફરીથી ઉત્પાદ વિગેરેને કલ્પવામાં આવે તે પછી એને કયાંય આરે આવશે નહિ માટે અહીં આ એક પ્રશ્ન છે કે જે ઉત્પાદ વિગેરે ધર્મો છે તે કયા પ્રકારના પદાર્થના માનવા ?–શું પહેલાં અસત રહેતા પદાર્થના માનવા ? કે સત્ રહેતા પદાર્થને માનવા ? એને ઉત્તર આ પ્રમાણે છે –અહીં જે ઉત્પાદ વિગેરેને જણાવવામાં આવ્યા છે તે કોઈ પણ વરતુમાં પાછળથી આવતા નથી, એ તે વસ્તુના ધર્મ જ છે–વસ્તુની સાથે જ હમેશાં રહેનારા છે–વસ્તુથી કાંઈ જુદા જુદા નથી. ઉપર