________________
——(
૨૧ )
અજરપણું, અમરપણું, અરૂપપણું, અરસપણું, અગંધપણું, અસ્પશપણું અને અશબ્દપણું છે. તથા નિશ્ચલપણું, નીરોગીપણું, અક્ષયપણું અબાલપણું અને પૂર્વે ભગવેલી સંસારી દશામાં જે જે જીવ–ધર્મો અનુભવ્યા હેય તે બધા એ પ્રકારે આત્મામાં પણ અનંત ધર્મો સમજી લેવાના છે. ધર્માસ્તિકાય, અધર્મારિતકાય, આકાશારિતકાય અને કાળ એ બધામાં-અનુકમે અસંખ્ય પ્રદેશપણું, સંખ્ય પ્રદેશપણું, અનંત પ્રદેશપણું, અપદેશપણું, સર્વ જીવ અને પુદ્ગલેને કેમે કરીને ગતિમાં, સ્થિતિમાં, અવગાહ દેવામાં અને નવું જૂનું થવામાં સહાયકપણું, અવસ્થિતપણું, અનાદિ અનંતપણું, અરૂપીપણું, અગુરુલઘુપણું, એક સ્કધપણું, જાણવા
ગ્યપણું, સતપણું અને દ્રવ્યપણું વિગેરે અનંત ધર્મો એ અરૂપી પદાર્થોમાં સમજી લેવાના છે. અને જે પદાર્થો પૌગલિક છે તેમાં ઘડાના. ઉદાહરણની જ પેઠે અનંતાનંત એવા સ્વ–પરપર્યાયો સમજી લેવાના છે. • શબ્દમાં ઉદાત્તપણું, અનુદાપણું, સ્વરિતપણું, વિવૃતપણું, સંવૃતપણું, ઘેષપણું, અષપણું, અ૫પ્રમાણપણું, મહાપ્રાણપણું, અભિલાપ્યપણું, અનભિલાપણું, અર્યનું વાચકપણું અને અવાચકપણું તથા ક્ષેત્ર અને કાલ વિગેરેના ભેદને લીધે અનંત અર્થનું જણાવવાપણું એ વિગેરે ધર્મો ઘટાવી લેવાના છે તથા આત્મા વિગેરે બધા પદાર્થોમાં નિત્યપણું, અનિત્યપણું, સામાન્ય, વિશેષ, સત્પણું, અસત્પણું, અભિલાપણું અને અનભિલાય પણું અને એ ઉપરાંત બીજી વસ્તુઓના વ્યાવૃત્તિ-ધર્મો પણ જાણ વાના છે. હવે કદાચ એમ કહેવામાં આવે કે જે ધર્મો ઘડાના પિતાના
છે તે તે તેના સ્વ–પર્યાયે કહેવાય એ ઠીક, પરંતુ જે પર-પર્યાય છે . અને ઘડાથી જુદા પદાર્થમાં રહેનારા છે તે (પર–પર્યાય) ઘડાના સંબંધી
શી રીતે હોઈ શકે ? એ પ્રશ્નને જવાબ આ પ્રમાણે છે –સંબંધના બે પ્રકાર છે –એક તે અરિતપણે રહેતે સંબંધ અને બીજે નાસ્તિપણે રહેતે સંબંધ. જેમ ઘડાને એનાં રૂ૫ વિગેરે ગુણે સાથે સંબંધ છે તેમ ઘડાના સ્વ–પર્ધા સાથે એને (ઘડાનો) સંબંધ અસ્તિપણે છે