________________
( ૨૦ )
–
નંત ધર્મો સહિત એવા ઘડાને એક જ સમયે જણાવી શકે. જો એ માટે કોઈ એક નવા શબ્દને ઊભું કરવામાં આવે તો પણ તે, એ બધા ધર્મો સહિત ઘડાને એક જ સમયે જણાવી શકે એમ નથીએ બધા ધર્મો સહિત ઘડાને બેધ ક્રમે કરીને જ થઈ શકે છે, આમ છે માટે દ્રવ્ય, ક્ષેત્ર અને કાળ વિગેરેની અપેક્ષાએ ઘડામાં અવક્તવ્યતા ધર્મ પણ હોઈ શકે છે અને એ, પૂર્વની જ પડે કહી શકાય એવા અનંત ધર્મો અને બીજા પદાર્થોથી જુદો હોવાથી એ ઘડામાં અવતવ્ય એવા અનંત પરધર્મો પણ સમાઈ જાય છે, તે આ પ્રકારે જેમ એકલા ઘડામાં જ અનંત ધર્મો બતાવ્યા છે તેમ પદાર્થ માત્રમાં એટલે આત્મા વિગેરેમાં પણ અનંત ધર્મો ઘટાવી લેવાના છે. આત્મામાં એ અનંત ધર્મો આ પ્રમાણે છે–ચેતનાપણું, કર્તાપણું, ભગવનારપણું, જાણકારપણું, યપણું, અમૂર્તપણું, અસંખ્યપ્રદેશપણું, નિશ્ચલ આઠ પ્રદેશપણું, લેક પ્રમાણ–પ્રદેશપણું, જીવપણું, અભવ્યપણું, ભવ્યપણું, પરિણામિપણું, પિતાના શરીરમાં વ્યાપી રહેવા- . પણું–એ બધા આત્માના સહભાવી (આત્માની સાથે નિરંતર રહેતા) ધર્મો છે. તથા ખુશી, શોક, સુખ, દુઃખ, મતિજ્ઞાન, કૃતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યાયજ્ઞાન અને કેવળજ્ઞાન, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, દેવપણું, નારકીપણું, તિર્યચપણું અને મનુષ્યપણું, બધાં પુલની સાથે શરીર વિગેરેએ કરીને સંગ, અનાદિ અન તપણું, બધા છની સાથે બધા પ્રકારના સંબંધનું ધારકપણું, સંસારીપણું, ક્રોધ વિગેરે અસંખ્ય પરિણમપણું, હાય, રતિ, અરતિ, ભય, શેક અને ધૃણા, સ્ત્રીપણું, પુરુષપણું, નપુંસકપણું, મૂખપાછું, આંધળાપણું અને બહેરા વિગેરે પણું– એ બધા આત્માના ક્રમભાવી (ક્રમે કરીને થનારા) ધર્મો છે. જે આત્મા મુક્તિને પામ્યા છે. તેમાં તે સિદ્ધપણું, સાદિ અનંતપણું, જ્ઞાન, દર્શન, સમ્યકત્વ, સુખ અને વીર્ય છે. અને અનંત કવ્ય, ક્ષેત્ર, -કાલ અને સર્વ પર્યાનું જાણપણું તથા જનારપણું છે તથા અશરીરપણું,