________________
––( ૨૧૯).
જે વરતુમાત્રના અનંત સ્વ અને પરપર્યાયે જણાવ્યા છે તેમાંના કોઈન એક પર્યાય સાથે, કેઈના બે સાથે અને કેઈના અનંત ધર્મો સાથે ઘડાનું અનંત ભેદવાળું સરખામણું થતું હોવાથી–એ અપેક્ષાએ પણ ઘડાના વધર્મો અનંત છે. વિશેષની અપેક્ષાએ પણ ઘડે, અનંત પદાર્થોમાંના કેદના એક ધર્મથી, કેઈના બે ધર્મોથી અને કેાઈના અનંત ધર્મોથી વિલક્ષણ હેવાથી એ અપેક્ષાએ પણ ઘડાના રવધર્મો અનંત છે. વળી,
અનંત પદાર્થોની અપેક્ષાએ ઘડામાં રહેલું જાડાપણું, પાતળાપણું, સમપણું,. વાંકાપણું, નાનાપણું, મેટાપણું, તપણું, ચકચકાટ, સુંદરતા, પહેળાઈ, ટુંકાઈ, નીચતા, ઉચ્ચતા અને વિશાળ-મુખપણું વિગેરે એક એક ગુણ અનંત પ્રકાર છે તેથી એ રીતે પણ ઘડામાં અનંત-ધર્મોને સમાસ થઈ શકે છે. સંબંધની અપેક્ષાએ ઘડો, આજ અનંતકાળથી અને અનંત પદાર્થો સાથે અનંત પ્રકારનો આધાર–આધેયનો સંબંધ ધરાવે છે માટે તે અપેક્ષાએ પણ એના અનંત સ્વધર્મો ગણી શકાય એમ છે. એ પ્રમાણે સ્વ-સ્વામીને સંબંધ, જન્યજનકનો સંબંધ, નિમિત્ત-નૈમિત્તિકનો સંબંધ, છ કારકને. સંબંધ, પ્રકાશ્ય-પ્રકાશકને સંબંધ,ભોજ્ય-ભેજકને સંબંધ, વાઘવાહકને સંબંધ, આશ્રય–આશ્રિતને સંબંધ, વધ્ય–વધકને સંબંધ, વિધ્ય-વિરેાધકનો સંબંધ, અને યજ્ઞાયકનો સંબંધ વિગેરે અસંખ્ય સંબંધની અપેક્ષાએ પણ એક એકના અનંતધર્મો જાણવાના છે. અહીં જે ઘટના અનંતાનંત સ્વ અને પરપર્યાયો કહ્યા છે તે બધાની ઉત્પત્તિ, નાશ અને સ્થિરપણું વિગેરે બધું અનંતકાળે અનંતીવાર થયું છે, થાય છે અને થશે–તે અપેક્ષાએ પણ ઘટના અનંત ધર્મો થઈ શકે છે. એ પ્રકારે પીળા વર્ણથી માંડીને અહીં સુધી માત્ર એક ભાવની અપેક્ષાએ ઘટના અનંત ધર્મો સમજી લેવાના છે. વળી, અત્યાર સુધી દ્રવ્ય, ક્ષેત્ર અને કાલ વિગેરેની અપેક્ષાએ ઘડાના જે સ્વધર્મો અને પર–ધર્મો કહ્યા છે તે બંને ધર્મો સહિત ઘડે, કહી શકાય તેમ નથી; કારણ કે એ એક પણ શબ્દ નથી કે જે પોતે એક જ હોઈને પણ તે બંને અનંતા--