________________
(૨૨૨ )––
અને પરપર્યાય ઘડામાં ન રહેતા હોવાથી એને એની સાથે થએલો સંબંધ નાસ્તિપણે છે. જેમ ઘડાનો સંબંધ અછતા માટીરૂપ પર્યાય સાથે છે તેમ પર–પર્યાય સાથે પણ એને એ જ સંબંધ છે. ફક્ત એ પર-પર્યાયે એનામાં રહેતા નથી માટે જ એને સંબંધ નાસ્તિપણે કહેવાય અને એમ છે માટે જ તે, પ–પર્યાય પણ કહેવાય. વળી, અહીં એમ કહેવામાં આવે કે-જેમ ધન વિનાને ગરીબ ધનવાળો કહેવાતો નથી તેમ જે પર–પર્યાયે ઘડાના નથી, તેઓ ઘડાના શી રીતે કહેવાય? વળી, જે ચીજ જેની ન હોય છતાં જો એની કહેવાતી હોય તે લેકના વ્યવહારને ભંગ થશે માટે એ પર–પર્યાયો ઘડાના શી રીતે કહેવાય? એનો ઉત્તર આ પ્રમાણે છે-જેમ ધન અને ગરીબ એ બનેને સંબંધ તો છે, પણ તે નાસ્તિત્વરૂપે છે તેમ પર–પર્યાય અને ઘડા વચ્ચે સંબંધ તો છે પણ તે નાસ્તિત્વરૂપે છે. નાસ્તિત્વરૂપે સંબંધ હેવામાં કોઈ જાતને બાધ જણાતું નથી, કારણ કે બેલનારા બોલે છે કે-“આ ગરીબને ધન નથી અર્થાત ગરીબ અને ધન વચ્ચે નાસ્તિત્વને સંબંધ છે એ જ પ્રકારે “આ ઘડે કલમરૂપે નથી ” એટલે ઘડા અને કલમ વચ્ચે પરસ્પર નાસ્તિત્વને સંબંધ છે, એ સ્પષ્ટ રીતે ભાસે છે. હા, એમ તો કહેવું કદાચ ઠીક કહેવાય કે ઘડાને એ પર–પર્યાયો સાથે અસ્તિત્વને સંબંધ નથી, પરંતુ તે બનને વચ્ચે તદ્દન સંબંધ જ નથી–એમ તો ન જ કહી શકાય. વળી, પર-પર્યાયે સાથે ઘડાને નાસ્તિત્વને સંબંધ હોય, એમાં કોઈ પ્રકારના લેકવ્યવહારને પણ બાધ આવતો નથી. વળી, કદાચ એમ કહેવામાં આવે કે-નાસ્તિત્વ તે અભાવરૂપ એટલે અસમ છે તેથી તે તુચ્છરૂપ છે તો એવા તુચ્છ રૂપની સાથે વળી શો સંબંધ હેય? માટે પર–પર્યાય પણ એવા જ તુચ્છરૂપ હેવાથી એની સાથે ઘડાને સંબંધ શી રીતે હેઈ શકે? કારણ કે જે કાંઈ તુચ્છરૂપ હોય છે તેમાં કોઈ પ્રકારની શક્તિ નથી હોતી તેથી એમાં સંબંધ-શક્તિ પણ શી રીતે હોય ? વળી, બીજું પણ એ કેજે ઘડામાં પર–પર્યાનું નાસ્તિપણું છે તો તેની જ સાથે એટલે નાતિ