________________
---( ૨૧૭ ).
ચાલ્યો આવે છે, તે અપેક્ષાએ ઘડે સત છે અને એ બધા ઘડાના સ્વ-ધર્મો છે. તથા બીજા શબ્દોથી “ઘડાને ભાવ ન જણાવી શકાતું હોવાથી એ અપેક્ષાએ ઘડે અસત છે અને એ બધા ઘડાના પર-પર્યાયે છે– તે બને પણ અનંત છે. અથવા એ ઘડાના જે જે સ્વધર્મો અને પરધર્મો કહ્યા છે, તે ધર્મોને જણાવનારા જેટલા શબ્દો છે, તે બધા ઘડાના સ્વ-ધર્મો છે અને એ સિવાયના જે જે બીજા શબ્દો છે, તે બધા ઘડાના પરધર્મો છે. કેટલાંક દ્રવ્ય (પદાર્થો)ની અપેક્ષાએ ઘડે પહેલે, બીજ, ત્રીજે અને એ રીતે યાવત અનંતમો છે અને એ બધી સંખ્યા ઘડાના સ્વ-ધર્મો છે અને તે સિવાયનાની અપેક્ષાએ ઘડો અસત છે-એ બધા એના રસ્વધર્મો અને પરધર્મો અનંત છે અથવા એ ઘડામાં જેટલાં પરમાણુઓ રહેલાં છે તે બધી સંખ્યા ઘડાને સ્વધર્મ છે અને એ સિવાયની બધી સંખ્યા એને (ઘડાને) પરધર્મ છે. એ પ્રકારે પણ એના સ્વ-ધર્મો અને પર-ધર્મો અનંત જ ઘટી શકે છે. આજ અનંતકાળથી એ ઘડાની સાથે અનંત પદાર્થોના અનેક સંયોગ થયા અને વિયોગ થયા-એ બધા ય ઘડાના અનંત સ્વ-ધર્મો છે અને જે જે પદાર્થોની સાથે એના (ઘડાના) સંગો અને વિયોગો નથી થયા એવા પદાર્થો પણ અનંત છે.એ રૂપે ઘડ અસત્ છે માટે એ ઘડાના પરધર્મો પણ અનંત છે. એ બધે વિચાર શબ્દ, સંખ્યા અને સંગ તથા વિભાગની અપેક્ષાએ કરેલ છે, હવે પરિમાણુની અપેક્ષાએ ઘડાનો વિચાર આ પ્રમાણે છે –તે તે પદાર્થોની અપેક્ષાએ ઘડે નાને, મોટો, લાંબે અને ટ્રકે હોય છે અને એ રીતે તેનું માપ અનંત ભેદવાળું થઈ શકે છે માટે એ બધા ઘડાના સ્વ-ધર્મો છે અને જેનાથી એ ઘડે જુદે પડે છે તે અપેક્ષાએ અસત્ છે અને તે બધા ઘડાના પર-ધર્મો પણ અનંત છે. તે તે પદાર્થોની અપેક્ષાએ ઘડે, નજીક, વધારે નજીક, તદ્દન નજીક; દૂર, વધારે દૂર અને તદ્દન દૂર અને તે વળી એક ગાઉ, બે ગાઉ તથા એકજન, બે યોજન અને અસંખ્ય
જન પણ હોઈ શકે છે અને એ રીતે દૂર અને નજીકની અપેક્ષાએ