________________
(૨૧૬)––
છે માટે એ, એ જ રૂપે સત છે અને બીજા પીળા રૂપે અસત છેઅર્થાત અહીં એમ ઘટાવવાનું છે કે-એ ઘડે, અમુક પીળા પદાર્થ કરતાં એકગણે પીળે છે, અમુક કરતાં બમણે પીળો છે, અમુક કરતાં ત્રમણે પીળો છે એમ ઠેઠ “અમુક પીળા પદાર્થ કરતા અનંતગણો પીળો છે, ત્યાં સુધી સમજી લેવાનું છે અને એ જ રીતે એમ પણ પટાવવાનું છે કે, એ ઘડે, અમુક પીળા કરતાં એકગણે ઓછો પીળો છે, અમુક કરતાં બમણે એ છો પીળો છે અને અમુક કરતાં ત્રણે ઓછો પીળે છે એ રીતે ઠેઠ “અમુક કરતાં અનંત ગણે ઓછો પીળો છે, ત્યાં સુધી સમજી લેવાનું છે-એ પ્રકારે ફક્ત એક પીળા રંગની અપેક્ષાએ એકલા ધડાના જ સ્વપર્યાયે અનંત થઈ શકે છે. જેમ પીળા રંગની તરતમતાની અપેક્ષાએ એના અનંત-પર્યાયે થઈ શક્યા છે તેમ નીલ વગેરે રંગની તરતમાતાની અપેક્ષાએ પણ ધડાના પર્યાયે અનંત થઈ શકે છે. અને એ જ પ્રમાણે ધડાના પિતાના રસની અપેક્ષાએ અને પરરસની અપેક્ષાએ અનંત સ્વ-પર્યાય અને અનંત પર-પર્યાયે થઈ શકે છે તથા એ જ રીતે સુગંધ, ગુરૂતા, લઘુતા, મૃદુતા, કર્કશપણું, શીત, ગરમ, ચીકણું, લૂખું, એ બધામાં પણ પૂર્વે જણાવ્યા પ્રમાણે ધટાવી લેવાનું છે. કારણ કે, અનંત પ્રદેશવાળા એક રકંધમાં (પદાર્થમાં) આઠે રપર્ણો હોઈ શકે છે, એમ સિદ્ધાંતમાં જણાવેલું છે માટે આ ઘડામાં એ આઠે રપર્શીને પણ પટાવી લેવાના છે. અથવા સોનું એ ધાતુ જ એવી છે કે, એમાં અનંતકાળે પાંચે વર્ણો, બન્ને ગધે, છએ ર અને આઠે સ્પર્શે સમજી લેવાના છે તથા એને તરતમાતાને વિભાગ પણ ઘટાવી લેવાનો છે અને એ બધાને અનંતાનંત સમજી લેવાના છે. તથા બીજા બીજા પદાર્થોના વર્ણ વિગેરે ગુણોથી એ ઘડાના ગુણોને વ્યાવૃત્ત (જુદા) જાણવાના છે અને એ અપેક્ષાએ ઘડાને અસત સમજવાને છે તે રીતે અહીં અનંત સ્વ-ધર્મો અને પરધર્મો ધટી શકે એમ છે. “ઘટ” અર્થને જણાવવા માટે જુદા જુદા અનેક ભાષાના ભેદને લીધે ધટ વિગેરે અનેક શબ્દોને વ્યવહાર