________________
---( ૨૧ )
-અનિત્ય છે, કારણ કે એ સાંભળી શકાય છે. “ત્યાં મારો ભાઈ હો ‘જોઈએ, ” કારણ કે, એ સિવાય આ સાદ ન સંભળાય. “બધું નિત્યરૂપ અથવા અનિત્યરૂપ હેવું જોઈએ કારણ કે એ, સદુપ છે. એ બધાં અનુમાને સાચાં અને પ્રામાણિક છે, છતાં તેમાં જણુવેલા હેતુઓ સપક્ષમાં નથી રહેતા માટે બીજાઓએ જણાવેલાં હેતુનાં એ ત્રણે લક્ષણો બરાબર નથી એટલું જ નહિ ઊલટાં દૂષણવાળાં છે–એ પ્રકારે અનુમાનનું સ્વરૂપ અને ભેદ વિગેરે છે. હવે આગમ–પ્રમાણુનું સ્વરૂપ આ રીતે જણાવે છે –-આમ પુરુષના કહેવાથી જાણવામાં આવેલી હકીક્તનું નામ “આગમ” છે. અને આ પુરુષના વચનને પણ કલ્પનાથી આગમ-પ્રમાણુરૂપ માનવામાં આવે છે. જેમ “અહીં ભોંમાં ભંડાર છે ” વા “મેર વિગેરે છે ' એ જાતનું આપનું વચન પ્રમાણુરૂપ મનાય છે. જે પુરષ વા સ્ત્રી, જેમ પદાર્થ છે તેમ જ જાણે છે, જેમ જાણે છે તેમ જ કહે છે તેનું નામ આત મનુષ્ય છે. એ આત-માતા, પિતા અને તીર્થકર વિગેરે છે–એ પ્રકારે પરોક્ષ પ્રમાણની બધી હકીકત છે. બીજા શાસ્ત્રમાં કહ્યું છે કે
જે જ્ઞાન વિવાદ વિનાનું છે અને વ્યવહારની દષ્ટિએ રપષ્ટરૂપ છે તેનું નામ “પ્રત્યક્ષ છે–એ સિવાયનું બીજું જ્ઞાન પરોક્ષ છે” “એ બને -જ્ઞાનમાં એટલે પ્રત્યક્ષ અને પક્ષમાં જે જ્ઞાન જેટલું વિવાદ વિનાનું છે તેટલું પ્રમાણભૂત છે અને જેટલું વિવાદવાળું છે તેટલું અપ્રમાણભૂત છે.” અર્થાત એક જ જ્ઞાન પણ જે વિષયમાં વિવાદ વિનાનું છે તે વિષયમાં પ્રમાણભૂત છે અને જે વિષયમાં વિવાદવાળું છે તે વિષયમાં અપ્રમાણભૂત છે જેમકે જે મનુષ્યની આંખે તિમિરને રેગ થયો હોય તે, બે ચંદ્રને જુએ છે તે એનું ચંદ્રને જોવાનું જ્ઞાન તે પ્રમાણભૂત છે અને ચંદ્રની સંખ્યાને જોવાનું જ્ઞાન તે અપ્રમાણભૂત છે. એ રીતે એક જ વિષયને - લગતું એક જ જ્ઞાન પણ વિવાદ અને અવિવાદની દૃષ્ટિએ પ્રમાણભૂત
અને અપ્રમાણભૂત થઈ શકે છે. પ્રમાણુની પ્રામાણિકતા અને અપ્રામાકણિકતા તેને વિવાદવાળા અને વિવાદ વિનાના જ્ઞાન ઉપર નિર્ભર છે.