________________
(૨૧૦)--
દષ્ટાંતમાં) રહેતી હોય અને વિપક્ષમાં (વ્યતિરેક-દષ્ટાંતમાં) ન રહેતી હોય તેનું નામ હતું–સાધન–છે.” પરંતુ તેઓનું આ કથન બરાબર નથી; કારણ કે કેટલાક હેતુઓ એવા હોય છે કે જેમાં એ ત્રણે લક્ષણો બરોબર ઘટે તેમ હેય, પણ પિતે જાતે તે કહેતુરૂપ હોય છે. વળી, કેટલાક હેતુઓ એવા પણ મળે છે કે જેમાં એ ત્રણે લક્ષણે બરાબર ઘટે તેમ ન હોય તે પણ પિતે જાતે તે સુહેતુરૂપ હોય છે. જેમકે–આકાશમાં ચંદ્ર છે, કારણ કે પાણીમાં ચંદ્રનું પ્રતિબિંબ જણાઈ રહ્યું છે. કૃતિકા નક્ષત્રને ઉદય થયો છે માટે હવે શકટ નક્ષત્રને પણ ઉદય થવો જોઈએ. એક આંબાને ફૂલ આવેલાં છે, માટે એ પ્રમાણે દરેક આંબાને ફૂલ આવવાં જોઈએ. ચંદ્રમાં ઊગે છે માટે સમુદ્ર ઉછળતો હવે જોઈએ. સૂર્ય ઊગે છે માટે કમળો ખીલેલાં હોવાં જોઈએ. ત્યાં વૃક્ષ છે માટે એની છાયા પણ હેવી જોઈએ. એ અને એવાં બીજાં પણ અનેક અનુમાનોમાં જે જે હેતુઓ જણાવ્યા છે તેમને એક પણ હેતુ પક્ષમાં રહેતા નથી તે પણ એ અનુમાનેમાંનું એક પણ અનુમાન છેટું કે અપ્રમાણિક નથી, માટે જેના ઉપર જણાવેલું જ હેતુનું સ્વરૂપ બરાબર છે. અને જે સ્વરૂપ બીજાઓ જણાવે છે તે બરાબર નથી. કદાચ બીજાઓ એમ જણાવે કે ઉપર જણાવેલાં દરેક અનુમાનને હેતુ, કાળ વિગેરે પક્ષમાં રહેલું છે, તો તે પણ બરાબર નથી; કારણ કે એ અનુમાનમાં જણાવેલા હેતુ અને કાળ એ બે વચ્ચે કોઈ પ્રકારને સંબંધ નથી અને જે જે બે પદાર્થો પરસ્પર કઈ જાતને સંબંધ ન ધરાવતા હોય તે બે વચ્ચે પક્ષ અને હેતુને સંબંધ ઘટતો આવતો નથી, છતાં જે તેઓ એ બે તદન સંબંધ વિનાના પદાર્થો વચ્ચે પણ પક્ષ અને હેતુને વ્યવહાર ઘટતે માને તેમ હોય તે “કાગડે કાળો છે માટે શબ્દ અનિત્ય લેવો જોઈએ.” એ અનુમાન પણ સાચું થવું જોઈએ, કારણ કે આ અનુમાનમાં “કાળની જ પેઠે લેકને પણ પક્ષ તરીકે માની શકાય તેમ છે. વળી, એવાં પણ કેટલાંક સાચાં અનુમાને છે કે જેઓને હેતુ સપક્ષમાં નથી રહે તો પણ સુહેતુ છે. જેમકે શબ્દ