________________
( ૨૦૯ )
છે તે જાતના જ્ઞાનનું નામ પરા અનુમાન છે; એ પરાય–અનુમાન શબ્દરૂપ હેાવાથી જ્ઞાનરૂપ ન કહી શકાય, તો પણ તે બીજાને જ્ઞાનનુ નિમિત્ત થતું હાવાથી ફક્ત કલ્પનાથી જ પ્રમાણુરૂપ કહી શકાય—ખરું પ્રમાણુ તો જે જ્ઞાનરૂપ હેાય તે જ હાઇ શકે. જે મનુષ્યા ઓછી બુદ્ધિવાળા છે તેને સમજાવવા માટે તે પક્ષ અને હેતુ ઉપરાંત દૃષ્ટાંત, ઉપનય અને નિગમનને પણ પ્રયાગ કરવા પડે છે. દૃષ્ટાંતના એ પ્રકાર આ પ્રમાણે છેઃ—એક અન્વયદૃષ્ટાંત અને બીજી વ્યતિરેકદૃષ્ટાંત, જે જે ઠેકાણે હતુ હાય તે તે ઠેકાણે ચેાસ સાધ્યની પણ હાજરી જણાતી હૈય તે। તે ઠેકાણાનું નામ અન્વય-દૃષ્ટાંત છે. અને જે જે ઠેકાણે સાધ્યની ગેરહાજરી થયે ચાક્કસ હેતુની પણ ગેરહાજરી જણાતી હાય તે। તે ઠેકાણાતું નામ વ્યતિરેક-દૃષ્ટાંત છે. ( જેમ “જ્યાં જ્યાં ધૂમાડા હૈાય ત્યાં ત્યાં બધે ઠેકાણે અગ્નિ જણાતા હોય કે જણાએલા હાય તેવાં ઠેકાણાં-રસેાડુ, કદાઇનું હાર્ટ અને યજ્ઞને કુંડ-એ બધાં અન્વય-દૃષ્ટાંત છે અને જ્યાં જ્યાં અગ્નિ ન હોય ત્યાં ત્યાં બધે ઠેકાણે ધૂમાડે પણ ન હાય-તેવાં ઠેકાણાં-નદી, સાવર અને પાણીના કુંડ એ બધાં વ્યતિરેક-દૃષ્ટાંત છે. ) હેતુના ઉપસંહારનુ નામ ઉપનય છે અને પ્રતિજ્ઞાના ઉપસંહારનું નામ નિગમન છે. પક્ષ, હેતુ, દૃષ્ટાંત, ઉપનય અને નિગમન એ પાંચે અતુમાન-જ્ઞાનના અવયવા છે. એનું ઉદાહરણ આ પ્રમાણે છેઃ ૧. પક્ષ શબ્દ પરિણામવાળા છે. ૨. હેતુ-કારણ કે એ કરાય છે માટે. ૩ દૃષ્ટાંતજે જે કરાય છે તે બધું પરિણામવાળુ છે-જેમ ધર્ડા. ૪. ઉપનય— શબ્દ પણ કરાય છે. ૫. નિગમન—માટે એ પણ પરિણામવાળે હાવા જોઈ એ. જે જે ચીજ પરિણામવાળી નથી હાતી તે તે કરાતી પણ નથી—–જેમ વાંઝણાના પુત્ર અને શબ્દ તે કરાય છે માટે પરિણામવાળા હાવા જોઇ એ-ઈત્યાદિ. ખીજા કેટલાક હેતુનાં ત્રણ લક્ષા જણાવે છે. તેઓ કહે છે કે જે ચીજ પક્ષમાં રહેતી હાય, સપક્ષમાં (અન્વય
',
૧૪