________________
(૨૮––
સરખું છે,” “તેથી જુદું છે અને તેનું વિરોધી છે. જેમ કે, “તે જ આ દેવદત્ત છે.” “ગાયની જે ગવાય છે.” “ગાયથી જુદો પાડે છે.”
આ આનાથી લાંબું, , ઝીણું, મોટું, નજીક કે દૂર છે.” “આ અનિ સખત છે.” “આ સુખડ સુગંધી છે” ઇત્યાદિ. આ પ્રત્યભિજ્ઞાનમાં સ્મરણસહિત અનુમાનથી અથવા સ્મરણસહિત શાસ્ત્રથી થએલા પ્રત્યભિજ્ઞાનને પણ સમાવેશ સમજી લેવાને છે. જેમ કે, “આ તે જ અગ્નિ છે' (જેનું જ્ઞાન પહેલાં અનુમાનથી થયું હતું) અને “આ (શબ્દ) પણ તે જ અર્થને સૂચવે છે” (જે પહેલાં શાસ્ત્રવડે સાંભળેલ હતે.) વિગેરે. તકનું સ્વરૂપ આ પ્રમાણે છેતર્ક-જ્ઞાન-ઉપલંભ અને અનુપલંભથી પદા થાય છે, (અમુક હોય ત્યારે જ અમુક હેય એ જાતના સહચરપણનું નામ ઉપલંભ છે અને અમુક ન હોય ત્યારે અમુક ન જ હોય એ જાતના સહચરપણાનું નામ અનુપલંભ છે ) અને એને વિષય સાધ્ય અને સાધનને સંબંધ છે–જે ત્રણે કાળમાં અખંડપણે રહેનાર હોય છે. તર્ક–જ્ઞાનને જણાવવાની રીત આ છે“આ હોય ત્યારે જ આ હાય
અનિ હોય ત્યારે જ ધૂમ હોય અને અગ્નિ ન હોય ત્યારે ધૂમાડે પણ ન જ હોય” હવે અનુમાનનાં ભેદ અને સ્વરૂપ જણાવે છે:–અનુમાન બે જાતનું છે–એક સ્વાર્થ-પિતા માટે થતું અને બીજું પરાર્થબીજા માટે થતું. હેતુને પ્રત્યક્ષપણે જોઈને અને કાર્ય-કારણના સંબંધને યાદ કરીને ચક્કસરૂપે ઉત્પન્ન થનારું સાધ્યનું જ્ઞાન તે સ્વાર્થ—અનુમાન કહેવાય છે. જેની વિના જેની ગેરહાજરી જ હેય તેને (ગેરહાજરીવાળા) તેને (તેના જ્ઞાનને) હેતુ (નિશાન) સમજવાનું છે. અગ્નિ વિના સદા અને સવઠેકાણે ધૂમાડાની ગેરહાજરી જ હોય છે.એમાં ધૂમાડાને અગ્નિના જ્ઞાનને હેતુ સમજવાને છે–એ હેતુનું સ્વરૂપ છે. જે દષ્ટ એટલે સંમત હેય, કેઈ જાતના બાધ વિનાનું હોય અને બીલકુલ જાણવામાં ન આવેલું હેય તેનું નામ સાધ્ય છે. જે સ્થાનમાં એવું સાધ્ય રહેતું હોય તેનું નામ પક્ષ છે. જેને માટે ઉપર જણાવેલા હેતુ અને પક્ષનો પ્રયોગ થાય