________________
—( ૨૦૭ ) -શબ્દો અવગ્રહ, દૂહા, અવાય અને ધારણુસ્વરૂપ મતિજ્ઞાનના સૂચક છે”
જો કે, રકૃતિ, સંજ્ઞા અને ચિંતા વિગેરેને એકને એક જ વિષય છે તે પણ એ બધાં વિવાદ વિનાનાં હોવાથી અનુમાનની પેઠે પ્રમાણુરૂપ છે. જેમ અનુમાનને વિષય અને તેની પહેલાના જ્ઞાનને એટલે વ્યક્તિને મેળવનાર પ્રમાણુને વિષય-એ બન્ને એક હોવા છતાં અનુમાનને પ્રમાણુની કેટિમાં મૂકવામાં આવે છે તેમ એ સ્મૃતિ વિગેરે માટે પણ સમજી લેવાનું છે. હવે જો એમ ન સમજવામાં આવે તે અનુમાનને પણ પ્રમાણુરૂપે શી રીતે માની શકાય? વિવાદ વિનાનાં અને વ્યવહારમાં ઉપયોગી થતાં રમૃતિ વિગેરેમાં જયાં સુધી શબ્દ, નિમિત્તરૂપે નથી થયો ત્યાં સુધી એ બધાં મતિરૂપ છે અને એમાં નિમિત્તરૂપે શબ્દનો ઉપયોગ થયા પછી એ બધાં શ્રતરૂપ છે–એ પ્રકારે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનને વિભાગ છે. જો કે, એ સ્મરણ, તક અને અનુમાનરૂપ સ્મૃતિ અને સંજ્ઞા વિગેરે એક જાતનાં પરોક્ષજ્ઞાને છે તે પણ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનના જુદા જુદા સ્વરૂપની સમજણ આપવા માટે અહીં પ્રત્યક્ષજ્ઞાનના વર્ણનમાં પણ તેને જણાવવામાં આવ્યાં છે.
હવે પરોક્ષપ્રમાણુનું સ્વરૂપ અને ભેદ આ પ્રમાણે છે –અસ્પષ્ટ પણ વિવાદ વિનાનું જે જ્ઞાન તેનું નામ પરોક્ષ છે. તેના પાંચ પ્રકાર છે સ્મરણ, પ્રત્યભિજ્ઞાન, તક, અનુમાન અને આગમ. સ્મરણનું સ્વરૂપ આ પ્રમાણે છેઃ–પૂર્વે થએલા સંસ્કારના જાગવાથી થનારું અને પહેલાંની અનુભવેલી હકીક્તને જણાવતારું જે જ્ઞાન તેનું નામ સ્મરણ છે. એ સ્મરણજ્ઞાનને જણાવવાની રીત આ છે – “તે તીર્થકરનું બિંબ છે” (જે પહેલાં જોએલું છે). પ્રત્યભિજ્ઞાનનું સ્વરૂપ આ પ્રમાણે છે–વર્તમાનમાં થત અનુભવ અને પૂર્વે જણાવેલું સ્મરણએ બન્નેથી પેદા થનારા અને (પરોક્ષ તથા પ્રત્યક્ષ જ્ઞાનની) સંકલન કરનારા જ્ઞાનનું નામ પ્રત્યભિજ્ઞાન છે. તે જ્ઞાનને શબ્દમાં જણાવવાની રીત આ છે –બતે જ આ છે.” “તેની