________________
(૨૦૬ )
–
સમજવાનું છે. એ ચારે ભેદે ક્રમવાર થાય છે અને પરસ્પર જુદા જુદા સ્વરૂપવાળા છે માટે એ અપેક્ષાએ એ ચારેને જુદા જુદા ગણવાના છે અને એ ચારે એક જ આત્મામાં અભેદભાવે પેદા થાય છે માટે એ રીતે એ ચારેને પરસ્પર અભિન્ન સમજવાના છે અર્થાત જુદા જુદા પર્યાયની અપેક્ષાએ એ ચારે જુદા જુદા છે અને એક પર્યાયવાળાની અપેક્ષાએ એ ચારે એક છે એમ સમજવાનું છે. જે એ પ્રકારે કોઈ અપેક્ષાએ એ ચારેમાં ભેદ અને અભેદએમ બન્ને ન માનવામાં આવે તે એ ચારેમાં પરસ્પર રહેલો હેતુ-કુલભાવ સંબંધ ઘટી શકતું નથી–જે તદ્દન ઉંટ અને હાથીની પેઠે જુદાં હોય તે પરરપર હેતરૂપે અને ફળરૂપે હોઈ શકતાં નથી. તેમ જે તદ્દન એક જ હોય એમાં પણ હેત-ફળભાવ ઘટી શકતો નથી. એ માટે જ ઉપર જણાવ્યા પ્રમાણે એ ચારેમાં ભેદ અને અભેદ–એ બન્ને સમજવાના છે. ધારણરૂપ મતિજ્ઞાન, વિવાદ વિનાની રસ્મરણશક્તિનું કારણ છે માટે પ્રમાણરૂપ છે.
મરણરૂપ મતિજ્ઞાન, દૂષણ વિનાની વિચારશક્તિનું કારણ છે માટે પ્રમાણ રૂ૫ છે. વિચારરૂપ મતિજ્ઞાન, દૂષણ વિનાની તર્કશક્તિનું નિમિત્ત છે માટે પ્રમાણપ છે અને એ તકરૂપ મતિજ્ઞાન, અનુમાન પ્રમાણનું કારણ છે માટે પ્રમાણરૂપ છે તથા એ અનુમાનરૂપ મતિજ્ઞાન, લેવાની, છોડવાની કે તટસ્થ રહેવાની વૃતિનું કારણ છે માટે પ્રમાણરૂપ છે. શાસ્ત્રમાં કહ્યું છે કે, “મતિ (ધારણ), સ્મૃતિ (સ્મરણ), સંજ્ઞા (વિચાર), ચિંતા (તક) અને અભિનિબંધ (અનુમાનરૂપ બેધ), એ બધા લગભગ એક સરખા ભાવને સૂચવે છે” અર્થાત એ બધા શબ્દોને લક્ષ્ય–વિષય-લગભગ એક સરખો હોય છે. એ જ્ઞાનનું નિમિત્ત કેઈન શબ્દ (બેલવું) ન હેય ત્યાં સુધી તેનું નામ મતિજ્ઞાન છે અને કેટલાક કહે છે કે, “જ્યારે જ્ઞાનનું નિમિત્ત શબ્દ બને છે ત્યારે એનું શ્રુતજ્ઞાન પડે છે. એ શ્રુતજ્ઞાન અનેક પ્રકારનું છે અને અસ્પષ્ટ છે.” સિદ્ધાંતને જાણનારા (સૈદ્ધાંતિક) લેકે તે કહે છે કે –“મૃતિ, સંસા, ચિંતા અને અભિનિબંધ એ ચારે
ક. જુઓ તસ્વાર્થ સૂત્રના ૧ લા અધ્યાયનું ૧૩ મું સુત.