________________
(૨૧૨ )––
અત્યાર સુધીની હકીકત ઉપરથી આ વાત તે ચક્કસ થઈ કે પ્રમાણ. બે જ છે અને તે એક પ્રત્યક્ષ અને બીજું પરત છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યાવજ્ઞાન અને કેવળજ્ઞાન–એ પાંચમાંનાં પ્રથમનાં બે જ્ઞાન ખરી રીતે તે પરોક્ષ છે અને બાકીનાં ત્રણ જ્ઞાન એટલે અવધિજ્ઞાન, મન:પર્યાયજ્ઞાન અને કેવળજ્ઞાન, એ પ્રત્યક્ષરૂપ છે.
હવે લેકના ઉત્તરાર્ધને–પાછળના અડધિયાને--અર્થ આ પ્રમાણે કરે છે–“ એ પ્રમાણ વડે અનંત ધર્મવાળી વસ્તુ જાણી. શકાય છે અર્થાત ઉપર જણાવેલા પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રમાણને વિષય એ અનંત ધર્મવાળી વસ્તુ છે. અનંત એટલે જેનું માપ ન થઈ, શકે એટલા. ધર્મ એટલે રવભાવે. સ્વભાવે બે જાતના છે. એક તે વરતુની સાથે જ થનારા અને બીજી વસ્તુમાં ક્રમે કરીને થનાર. અથવા વસ્તુ માત્ર “અનેકાંતાત્મક” છે. “અનેકાંતાત્મક ને અર્થ આ પ્રમાણે છે –જેના અનેક અંત એટલે ધર્મ–રવભાવ છે તે “અનેકાંતાત્મક કહેવાય. તાત્પર્ય એ કે–જડ અને ચેતન એ બધા પદાર્થો અનંત-ધર્મવાળા છે, કારણ કે એનું જ્ઞાન પ્રમાણથી થઈ શકે છે. આ સ્થળે એક પણું ઉદાહરણ જડી શકે એમ નથી કારણ કે વરતુ માત્ર જડ અને ચેતનરૂપ પક્ષમાં સમાઈ ગઈ છે. જે વસ્તુ અનંત ધર્મવાળી નથી તે પ્રમાણુથી પણ જાણી શકાય એવી નથી. જેમ આકાશની કળી. ફક્ત એ જાતનું તદ્દન વ્યતિરેકી ઉદાહરણ મળી શકે છે અને એ એક જ ઉદાહરણ, ઉપલા અનુમાનની સાબિતી માટે પૂરતું છે. એ જણાવેલું અનુમાન પણ દૂષણ વિનાનું છે; કારણ કે એમાં કોઈ પ્રકારના દેશને અવકાશ નથી અને પ્રત્યક્ષ વિગેરે પ્રમાણેથી પણ એ જ હકીકતને પુષ્ટિ મળે છે. બીજું તો ઠીક, પણ એક જ વસ્તુમાં અનંત ધર્મો શી રીતે રહી શકે? એ પ્રશ્નને જવાબ અહીં એક માત્ર સેનાના ઘડાનું જ દષ્ટાંત આપીને આ પ્રમાણે આપવામાં આવે છે--કઈ પણ ઘડો એનાં પિતાનાં