________________
(૨૦૪)––
અને એ જ્ઞાન સ્પષ્ટપણે થાય છે માટે એને સમાવેશ પણ પ્રત્યક્ષ-પ્રમાણમાં થઈ શકે એમ છે તેથી જ એને જુદું કહ૫વું ધટે એમ નથી. વળી, જે પ્રતિભ-જ્ઞાન મનની પ્રસન્નતા અને મનના ઉગથી થાય છે અર્થાત્ “આજે તો અમથું અમથું પણ મન વિશેષ પ્રસન્ન છે તેથી જરૂર કાંઈ લાભ થવો જોઇએ અથવા “ આજે તે કાંઈ કારણ વિના જ મનમાં ઉચાટ થયા કરે છે માટે જરૂર કોઈ માઠું થવું જોઈએ ” એ જાતનું પ્રતિભ-જ્ઞાન કાર્ય–કારણના -જ્ઞાનની જેવું હવાથી ચેકબું અનુમાનરૂપ જ છે. જેમ કોઈ ઠેકાણે ઘણું કીડીઓ ઉભરાઈ જતી જોઈને એમ કહેવામાં આવે કે-હવે વરસાદ થશે. એ જ્ઞાન અસ્પષ્ટ છે અને અનુમાનરૂપ છે તેમ જ એ પ્રતિભજ્ઞાન પણ અસ્પષ્ટ અને અનુમાનરૂપ જ છે. એ જ પ્રકારે યુકિત પ્રમાણ અને અનુપલબ્ધિપ્રમાણને પણ પ્રત્યક્ષ અને પરોક્ષ એ બેમાંના ગમે તે પ્રમાણમાં સમાવેશ કરવાનું છે. અને એ ઉપર જણાવેલાં ૧૧ પ્રમાણેથી પણ વધારે પ્રમાણે -જે કાઈ બીજાઓએ કપ્યાં હોય અને તે પ્રમાણપણને મેળવવાની લાયકાત -વાળાં હોય અર્થાત જ્ઞાન થવાનાં સાધનરૂપ હોય તો જ તેને પ્રત્યક્ષ કે
પરોક્ષ એ બેમાંના કોઈ એક પ્રમાણમાં સમાસ કરી દેવાનો છે. એ રીતે -“પ્રમાણુ બે છે અને તે એક પ્રત્યક્ષ છે અને બીજું પરોક્ષ છે ” એ જાતની હકીક્તને ઈદ્ર પણ ફેરવી શકે એમ નથી હવે પ્રમાણનું લક્ષણ, પ્રકાર અને પેટા પ્રકાર વિગેરે આ પ્રમાણે જણાવે છે –
પિતાના અને પરના એટલે બીજાના સ્વરૂપને નિશ્ચય કરાવનારા જ્ઞાનને પ્રમાણું કહેવામાં આવે છે. તેમાંના સ્પષ્ટ જ્ઞાનનું નામ પ્રત્યક્ષ પ્રમાણ છે. તેના બે પ્રકાર છે –એક સાંવ્યવહારિક અને બીજે પારમાર્થિક જે જ્ઞાન, અમને ઈદ્રિય વિગેરેની સામગ્રીથી ઉત્પન્ન થાય છે તેનું નામ -સાંવ્યવહારિક પ્રત્યક્ષ છે. એ જ્ઞાન પળે પળે વ્યવહારમાં આવતું હોવાથી તેને સાંવ્યહારિક કહેવામાં આવે છે અને એ અપરમાર્થરૂપ છે. જે જ્ઞાન, ફત આત્માની સહાયતાથી જ ઉત્પન્ન થાય છે–જેમાં એક પણ છદ્રિય કે