________________
——(૨૦૩)
જ્ઞાન વિનાને આત્મા અર્થાત ત્યાં આત્માને કોઈ જાતનું જ્ઞાન ન થાય એવી સ્થિતિનું નામ અભાવ-પ્રમાણ છે તે તે પણ બરાબર નથી; કારણ કે-જે આત્મામાં જ્ઞાન ન થતું હોય તે એ, અભાવને પણ શી રીતે જાણી કે જણાવી શકે ? આત્મા. એમ તે જાણે જ છે કે “એ જગ્યા ઘડા વિનાની છે માટે એ જાતના અભાવના જ્ઞાનવાળા આત્માને જ્ઞાન રહિત શી રીતે કહી શકાય ? માટે કોઈ પણ રીતે અભાવ–પ્રમાણ-- ના સ્વરૂપનું ઠેકાણું પડતું નથી એથી જ એને જુદા પ્રમાણ રૂપે કલ્પો એ તદ્દન અનુચિત જણાય છે. હવે સંભવ–પ્રમાણનું સ્વરૂપ આ પ્રમાણે છે-“આટલા માણસે આ ઓરડામાં સમાઈ શકશે” “સંભવ છે. કે, આ દેણમાં ભરેલા ચોખા પેલા માણમાં માઈ જાય” આ જાતનાં અટકળિયાં જ્ઞાનોને “સંભવ” પ્રમાણનું નામ આપવામાં આવે છે, ખરી રીતે તે એ અટકળિયાં જ્ઞાન, અનમાનમાં જ સમાઈ જાય છે માટે એ સંભવ–પ્રમાણને પક્ષ પ્રમાણરૂપ અનુમાનથી જુદું ક૯૫વાની જરૂર જણાતી નથી. ઐતિહ્ય–પ્રમાણનું સ્વરૂપ આ પ્રમાણે છેઃ–પહેલાં ઘરડા માણસે એમ કહેતા હતા કે, આ વડના ઝાડમાં ભૂત થાય છે... આ જાતના બે,ધનું નામ ઐતિહ્ય પ્રમાણ છે. હવે જે એ હકીકત કોઈ પ્રામાણિક પુએ કહી હેય તે તો એ આસવાયરૂપ થવાથી પરોક્ષના પ્રકારરૂપ આગમ પ્રમાણમાં સમાઈ શકે છે. અને જે એ, એક પ્રકારનો ગપ્પા જ હોય તો તે અપ્રમાણરૂપ છે. એ રીતે જે ઐતિહ્ય સાચું છે તે પરોક્ષ પ્રમાણમાં સમાઈ શકે છે અને જે ખોટું છે તે, પ્રમાણુરૂપ જ નથી માટે ઐતિહ્ય પ્રમાણને પણ જુદું ગણવાની જરૂર લાગતી નથી. પ્રાતિભ-પ્રમાણુનું સ્વરૂપ આ પ્રમાણે છે–જે જ્ઞાન ખાસ કારણ કે નિશાન વિના જ કોઈ કોઈ વાર અકસ્માત. ઊગી આવે છે તેનું નામ-(પ્રતિભાવડે થએલું) જ્ઞાન છે. જેમકે, કેને સવારમાં ઉઠતાં જ એમ ભાસે કે, આજ તે મારા ઉપર રાજ પ્રસન્ન થશે-એ જાતના જ્ઞાનને પ્રાતિજ જ્ઞાન કહેવામાં આવે છે. આ જ્ઞાન માત્ર મનવડે જ થાય છે, એમાં ઈદ્રિયો કે એવું બીજું કાંઈ નિમિત્તરૂપ હેતું નથી.