________________
(૨૦૨
–
થએલી હકીકતવડે તે બીજી હકીક્તને કલ્પવી પડે છે-જે પ્રમાણવડે નક્કી થએલી હકીકતનું ખાસ કારણ હોય છે—જેની વિના પ્રમાણુવડે નક્કી થએલી હકીકત સંભવી શકતી નથી. આ સ્વરૂપ અર્થપત્તિ” પ્રમાણનું છે અને એ જોતાં તે તે, અનુમાનથી જુદી પડી શકતી નથી માટે તેને સમાવેશ પરોક્ષ પ્રમાણરૂપ અનુમાનમાં જ કરવાનું છે. જે લેકે
અભાવ' ને પણ પ્રમાણુરૂપે માને છે તેઓને અમે પૂછીએ છીએ કે અભાવ પ્રમાણનું શું સ્વરૂપ છે? પાંચે પ્રમાણેનો અભાવ-એ અભાવ પ્રમાણ છે ? એનું બીજું જ્ઞાન એ અભાવ પ્રમાણ છે ? વા જ્ઞાનરહિત આત્મા એ અભાવ પ્રમાણ છે? જે પાંચે પ્રમાણના અભાવને અભાવ પ્રમાણુરૂ૫ માનવામાં આવે તો તે બરાબર નથી; કારણ કે અભાવ એ અસકપ હેવાથી તુચ્છ ચીજ છે અને એમ છે. માટે જ એ અવ. છે–કદી કઈ પણ અવરd, જ્ઞાનનું નિમિત્ત હોઈ શકતી નથી માટે એવા અવસ્વરૂપ અભાવને પ્રમાણ માની જ્ઞાનને કારણુ કહે એ રીતસર નથી. વળી, જે તે જગ્યા ઘડા. વિનાની છે એ જાતના બોધને અભાવ પ્રમાણમાં ગણવામાં આવે તે તે પણ બરાબર નથી; કારણ કે–એ જાતને બેધ પ્રત્યક્ષરૂપ હેવાથી એને સમાસ પ્રત્યક્ષ પ્રમાણમાં જ થઈ જાય છે માટે એને (અભાવ પ્રમાણને) જુદે ક૯પવાની જરૂર જણાતી નથી. “જગ્યા ઘડા વિનાની છે” એ જ્ઞાન જેમ પ્રત્યક્ષરૂપ છે તેમ ક્યાંય એવું જ્ઞાન પ્રત્યભિજ્ઞાન” પ્રમાણથી પણ થઈ શકે છે. જે જે ઠેકાણે અગ્નિ ન હોય તે તે ઠેકાણે ધૂમાડો પણ ન હેય” એ જાતનું અભાવ જ્ઞાન તર્કવડે પણ થઈ શકે છે. “અહીં ધૂમાડા નથી, કારણ કે, અગ્નિ નથી” એ જાતનું અભાવ-જ્ઞાન અનુમાન વડે પણ થઈ શકે છે. ઘરમાં ગગજીભાઈ નથી” એ જાતનું અભાવ-જ્ઞાન કેઈના કહેવાથી એટલે વચનથી પણ થઈ છે. એ રીતે જુદા જુદા પ્રકારે અભાવ-જ્ઞાનને સમાવેશ જુદા જુદા પ્રમાણમાં થઈ જતું હોવાથી એને (અભાવને) એક પ્રમાણરૂપે જુદો ક૯પવો એ તદ્દન નકામું છે. હવે એમ કહેવામાં આવે કે,