________________
—( ૨૧ )
પૂછયું કે, “ભાઈ ! ગવય કેવો હોય છે ?' રબારીએ જવાબ બાગે કે “જેવી ગાય હોય છે તેવો જ ગવાય હાય છે? આ પ્રકારના રબારીના કહેવાથી હવે એ રામ “ગવય? ના અર્થને સમજ્યો અને વનમાં ગાયની જેવા ફરતા કાઈ પ્રાણીને “ગવય' માનીને શેઠની પાસે લાવ્યો. આ રીતના જ્ઞાનનું નામ ઉપમાન–પ્રમાણુ છે અર્થાત જે જ્ઞાન ફક્ત કોઈએ જણાવેલી સરખામણવડે જ થતું હોય એનું નામ ઉપમાન પ્રમાણ છે. એ ઉપમાન પ્રમાણમાં–એક તે બીજાએ કહેલું યાદ રાખવું પડે છે અને તે વડે જ વસ્તુનું ભાન થઈ શકે છે. ઉપમાન––પ્રમાણનું આ જાતનું સ્વરૂપ તૈયાયિકો માને છે, મીમાંસક મતવાળા તો તેનું સ્વરૂપ બીજું કહે છે અને તે આ પ્રમાણે છે--જે ભાઈએ ગાયને જેએલી છે, ગવયને જ નથી અને “જેવી ગાય છે તે ગવાય છે” એવું વાકય પણ સાંભળ્યું નથી તે ભાઈ, કેઈવાર વનમાં ગયો અને ત્યાં એની નજરમાં પ્રથમ ગવય” આવ્યો. હવે એ ગવયને જોઈને એને મનમાં એમ થયું કે, “મેં જોએલી ગાય આ પશુની સરખી લાગે છે અથવા “એ મેં જોએલી ગાયની સાથે આ પશુ મળતું આવે છે આ જાતના જ્ઞાનને મીમાંસક મતવાળા “ઉપમાન' પ્રમાણુ કહે છે અર્થાત્ આ બીજા ઉપમાન–પ્રમાણમાં ગવયનું પ્રત્યક્ષ જ્ઞાન થયા પછી પરોક્ષ એવી ગાયનું સ્મરણ કરવું પડે છે અને એમ કરી એ ગાયમાં આની (ગવયની) સરખાઈને આરોપવી પડે છે. “આ ગવય ગાયની જેવો છે' અથવા
એ ગાય આ ગવયની જેવી છે એ બન્ને જાતનું ઉપમાન પ્રમાણ પ્રત્યભિજ્ઞા” નામના જ્ઞાનમાં સમાઈ જાય છે. એ પ્રત્યભિજ્ઞા પણ એક જાતનું પરોક્ષ પ્રમાણુ છે અર્થાત ઉપમાન પ્રમાણુ એ, એક જાતનું પક્ષ જ્ઞાન છે. અર્થાપતિ પ્રમાણુનું સ્વરૂપ આ પ્રમાણે છે –જેમ એક મનુષ્ય હેય, તે દિવસે જમ ન હોય અને શરીર તે રાતમાતે હોય તે આપણે એમ કહ૫વું પડે કે, એ ભાઈ રાત્રે જમતે હો જોઈએ. આ પ્રમાણમાં કઈ પણ પ્રમાણુદારા નક્કી