________________
(૨૦૦ )——
પ્રત્યક્ષ જ્ઞાનને પરોક્ષ પ્રમાણની ગરજ પડતી હોવાથી “પરોક્ષ” પ્રમાણ પણ વડે ગણવું જોઈએ. વળી, કાંઈ એવો એકાંત નિયમ નથી કેબધે ઠેકાણે પક્ષ પ્રમાણને પ્રત્યક્ષ પ્રમાણની ગરજ પડ્યા જ કરે. ક્યાંય તે પ્રત્યક્ષતાનને પરોક્ષજ્ઞાનની પણ ગરજ પડતી જણાય છે. જેમકે, જીવનું પ્રત્યક્ષ જ્ઞાન, શ્વાસોચ્છવાસ વિગેરે નિશાનીઓને જોઈને અનુમાન વડે જ થઈ શકે છે–જ્યારે કઈ ખાટલાવશ હોય અને મરવાની અણી ઉપર આવ્યું હોય ત્યારે તેમાં “જીવ છે કે નહિ ?” એની તપાસ માટે વારંવાર એના શ્વાસોશ્વાસ જેવા પડે છે એ જાતનો લેકવ્યવહાર સર્વ પ્રતીત છે અને એ વ્યવહારમાં સ્પષ્ટપણે જીવની હયાતીને જાણવા માટે અનુમાન પ્રમાણુની ગરજ રાખવી પડે છે. તાત્પર્ય એ છે કે–એ અને પ્રમાણમાં કઈ અને કેાઈ કનિષ્ઠ એમ કાંઈ નથી-તે બન્ને પિતાપિતાની હદમાં એક જ છે અને એ બનેમાં એક સરખી જ સચ્ચાઈ રહેલી છે. બીજા કેટલાકે, એ બે પ્રમાણો ઉપરાંત વધારે પ્રમાણ પણ માને છે. તેમાંનાં જે જે પ્રમાણે ખરેખર પ્રમાણરૂપ હોય તેને વિચારીને પ્રત્યક્ષ અને પરોક્ષમાં સમાવી દેવાનાં છે અને જે જે પ્રમાણે એવાં ખરેખર પ્રમાણરૂપ ન હોય અને મીમાંસક મતવાળાએ માનેલા અભાવપ્રમાણ જેવાં અસહ્ય હોય તે તરફ દુર્લક્ષ્ય કરવાનું છે. બીજાઓ પ્રમાણુની સંખ્યા જણાવતાં તેની ગણત્રી આ પ્રમાણે કરે છે–૧ પ્રત્યક્ષ, ૨ અનુમાન, ૩ આગમ, ૪ ઉપમાન, ૫ અર્થપત્તિ, ૬ અભાવ, ૭ સંભવ, ૮ અતિધ, ૯ પ્રાતિજ, ૧૦ યુક્તિ અને ૧૧ અનુપલબ્ધિ. એ અગિયાર પ્રમાણમાં આવેલા અનુમાન અને આગમ એ બને એક જાતિના પરોક્ષ પ્રમાણે જ છે. ઉપમાન પ્રમાણને નૈયાયિકો માને છે અને તેનું સ્વરૂપ આ પ્રમાણે છે –એક શેઠે પિતાના ચાકરને કહ્યું કે, “રામું, ગવયને લઈ આવ.” હવે બીચારો રામુ આ
ગવય’ શબ્દના અર્થને તે જાતે નથી તે પણ શેઠના હુકમથી એને લેિવા માટે ઘર બહાર નીકળ્યો અને રસ્તે ચાલતાં તેણે કઈ રબારીને