________________
––(૧૯)
રૂપે ખરા હોવાથી તેને પણ અહીં પ્રમાણમાં સમાવેશ કરવાને છે; કારણ કે રવપરવ્યવસાયીને બીજો અર્થ આ પ્રમાણે પણ થાય છે – પિતાને યોગ્ય એ જે પર–પદાર્થ, તેને નિશ્ચય કરાવનારું જ્ઞાન–એ પ્રમાણરૂપ છે–આ અર્થમાં ગમે તે જ્ઞાન માત્રને સમાવેશ થઈ શકે છે. હવે પ્રમાણુની સંખ્યાને અને તે વડે જણાતા વિષયોને જણાવે છે અને તેની અંદર પ્રમાણુનું વિશેષ સ્વરૂપ પણ જણાવી દેવાનું છે
પ્રમાણ બે છે–એક પ્રત્યક્ષ અને બીજું પક્ષ. એ પ્રમાણવડે અનંત ધર્મવાળી વસ્તુ જાણી શકાય છે. - પ્રત્યક્ષ શબ્દના બે અર્થ છે અને તે આ પ્રમાણે છે –અક્ષ એટલે ઈદ્રિય અર્થાત જે જ્ઞાન ઇકિવડે થાય તેનું નામ પ્રત્યક્ષ–એ તો પ્રત્યક્ષ શબ્દને વ્યુત્પત્તિ-અર્થ છે, પરંતુ તેનો શાસ્ત્રમાં પ્રસિદ્ધ અર્થ બીજે છે અને તે આ પ્રમાણે છેઃ-શાસ્ત્રમાં “જે જ્ઞાન સ્પષ્ટ છે તેને પ્રત્યક્ષ કહ્યું છે–પ્રત્યક્ષ શબ્દના એ જાતના વિશાળ અર્થમાં જે જ્ઞાન ઈદ્રિય સિવાય પણ સ્પષ્ટપણે થયું હોય તે પણ આવી જાય છે. અથવા અક્ષ એટલે જીવ અર્થાત જે જ્ઞાન, ઈદ્રિયની સહાયતા વિના માત્ર જીવવડે જ થાય તેનું નામ પણ પ્રત્યક્ષ છે-અને એ પ્રત્યક્ષ શબ્દને બીજો અર્થ છે. પક્ષ શબ્દનો અર્થ આ પ્રમાણે છે-જે જ્ઞાન ઇદ્રિથી પર હોય છે અર્થાત્ ઈદ્રિયો સિવાય માત્ર મનવડે જ થનારું હોય છે અને અસ્પષ્ટ હોય છે–એનું નામ પક્ષ છે. એ બન્ને પ્રમાણે પિતાપિતાની હદમાં એક સરખાં છે–એક ઊંચું અને બીજું નીચું એમ નથી. કેટલાકે એમ માને છે કે-“અનુમાન પ્રમાણને સૌથી પ્રથમ પ્રત્યક્ષ પ્રમાણની ગરજ પડતી હોવાથી એ હલકુ છે અને પ્રત્યક્ષ પ્રમાણ વડે છે” તે એ કથન બરાબર નથી; કારણ કેએ બને પ્રમાણમાંથી એકમાં પણ વધારે ઓછી સચ્ચાઈ નથી, બનેમાં એક સરખી સચ્ચાઈ છે. વળી, “જે, મૃગલું દેડે છે એ વાક્ય વડે થતા પ્રત્યક્ષ જ્ઞાનનું કારણ પરોક્ષ પ્રમાણ છે માટે એને બીજે પણ કેટલેક ઠેકાણે