________________
(૧૪)–
હવે પછી કહેવાના છે. વિશેષ સ્વરૂપ સામાન્ય રવરૂપ વિના અને સામાન્ય રવરૂપ વિશેષ રવરૂપ વિના રહી શકતું નથી એ એ બે વચ્ચે ગાઢ સંબંધ છે અને એ વિશેષ સ્વરૂપની સમજણ, સામાન્ય સ્વરૂપ જાણ્યા વિના બરાબર પડતી નથી માટે એ વિશેષ રવરૂપ જણાવ્યા પહેલાં અહીં પ્રમાણનું સામાન્ય લક્ષણ જણાવવામાં આવે છે અને તે આ છે–પિતાના અને બીજાના એટલે વરતુ માત્રના રવરૂપને નિશ્ચય કરાવનારું જ્ઞાન પ્રમાણ કહેવાય છે–શંકા, ભ્રમ અને અનિશ્ચય એ ત્રણ વાનાં પ્રમાણરૂપ જ્ઞાનમાં હેઈ શકતાં નથી–એ પ્રમાણુ જ્ઞાનની નિશાની છે. વસ્તુનું તદ્દન સામાન્ય જ્ઞાન અર્થાત “એ કંઈક છે” એના કરતાં પણ વધારે અસ્પષ્ટ જ્ઞાન– જેનું બીજું નામ જૈન પરિભાષામાં “દર્શન” છે, એ કઈ જાતને વ્યવહાર નિશ્ચય ન જણવી શકતું હોવાથી પ્રમાણરૂપ નથી. તેમ જ પદાર્થ અને ઈદ્રિયોનો સંબંધ, જે જ્ઞાનરૂપ નથી તે પણ પ્રમાણરૂપ નથી; કારણ કે-અહીં તે નિશ્ચય કરાવનારા જ્ઞાનને જ પ્રમાણરૂપ કહેવામાં આવ્યું છે. કઈ જાતના વિકલ્પ વિનાનું જ્ઞાન અર્થાત બાલકની જેવું જ્ઞાન અને શંકા, ભ્રમ તથા અનિશ્ચય–એ બધાં કોઈ જાતનો નિશ્ચય ન કરાવતાં હોવાથી પ્રમાણરૂપ નથી, કારણ કે–નિશ્ચય કરાવનાર જ્ઞાનને જ પ્રમાણરૂપ કહેવામાં આવ્યું છે. જે જ્ઞાન, બહારના પદાર્થને લગતો કોઈ જાતને નિશ્ચય ન જણાવતું હોય તે પણ પ્રમાણરૂપ નથી, કારણ કે અહીં તે પિતાના અને બીજાના સ્વરૂપને નિશ્ચય જણાવનારું જ જ્ઞાન પ્રમાણરૂપે મનાએલું છે. જે જ્ઞાન માત્ર બીજાના જ નિશ્ચયને જણાવે છે અને પિતે પિતાની જ મેળે પિતાનું સ્વરૂપ કળી શકતું નથી એ પણ પ્રમાણુરૂપ નથી; કારણ કે અહીં તે બન્નેના (પિતાના અને પરના) સ્વરૂપને નિશ્ચય કરાવનારું જ્ઞાન પ્રમાણ તરીકે સ્વીકારાએલું છે. “અર્થની ઉપલબ્ધિમાં જે હેતુભૂત હોય તેનું નામ પ્રમાણુ”એ અને એવાં બીજાં પણુ પ્રમાણમાં ઘણાં લક્ષણો રીતસર નથી, માટે જ એક નિર્દોષ લક્ષણ ઉપર પ્રમાણે જણાવ્યું છે. સંશય અને ભ્રમ વિગેરે સંશયરૂપે અને ભ્રમ