________________
(૧૬)––
પૂર્વક સાચાં ન માનતા હોય તેને તે મિથ્યાદર્શનવાળો જ માનવે જોઈએ. એ વિષે શ્રીગંધહરિતજીએ ( મહાતક ( ગ્રંથમાં આ પ્રમાણે જણાવ્યું છે:-“જે એ નવે તવોને શ્રદ્ધાપૂર્વક સાચાં ન માનતા હોય તેને માટે બારે અંગે પણ મિથ્યા-ખોટા છે.” ચારિત્રને અર્થ પાપની પ્રવૃત્તિથી અટકવું થાય છે. તે બે જાતનું હોય છે – એક તે બધાં પાપોથી અટકવારૂપ અને બીજું શેડાં પાપથી અટકવારૂપ. જે મનુષ્ય ઉપર જણાવેલું સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન મેળવ્યું છે તે, એ બન્ને જાતના ચારિત્રને મેળવવાને લાયક થાય છે, જ્ઞાન કરતાં પણ સમ્યગ્દર્શન (શ્રદ્ધા) ચઢિયાતું હોવાથી એ જ્ઞાનની પહેલાં મૂકવામાં આવ્યું છે અને એ ઉપરથી એમ પણ સમજી લેવાનું છે કે જ્યાં સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન હોય ત્યાં જ ચારિત્ર હોઈ શકે છે અને એ સિવાય હેઈ શકતું નથી..
- તથા પ્રકારના ભવ્યપણને પરિપાક થયે મનુષ્યને એ ત્રણે વાનાં એટલે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ ચારિત્ર હેય છે તે મનુષ્ય સમ્યજ્ઞાન અને શિયાના રોગને લીધે મોક્ષનું ભાજન થઈ શકે છે.
જીવના બે પ્રકાર છે; એક ભવ્ય અને બીજે અભવ્ય. જે છે અભવ્ય છે તેઓને સમ્યકત્વ વિગેરે હેત નથી અને જે જીવો ભવ્ય છે તેઓને પણ જ્યાં સુધી તેઓનું ભવ્યપણું પરિપકવ થયું નથી ત્યાં સુધી સમ્યકત્વ વિગેરે હતાં નથી–તેઓના ભવ્યપણાને પરિપાક થયે તે એ ત્રણે વાનાં-સમ્યકત્વ વિગેરે-હોય છે. ભવ્ય એટલે સિદ્ધિગતિ મેળવવાને ગ્ય આત્મા. ભવ્યપણું એટલે મેક્ષને મેળવવાની લાયકાત. એ ભવ્યપણું જીવને એક પરિણામ છે અને તે અનાદિને છે. હવે તથાભવ્યત્વ શબ્દનો અર્થ આ પ્રમાણે છે –ભવ્યપણું તે ભવ્ય જીવમાત્રમાં છે, પરંતુ એમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ગુરુ વિગેરેની સામગ્રીને