________________
(૧૯૪)
–
તેઓનું ભણતર ઘણું ઓછું હોય છે તેથી એ મોક્ષને લાયક નથી, તે એ કથન પણ બરાબર નથી; કારણ કે જેઓ મૂંગા કેવળી હોય છે તેઓમાં વાદ કરવાની શક્તિ ન હોવા છતાં પણ તેઓ મેક્ષને મેળવે છે અને જે મોષતુષ વિગેરે મુનિઓ તદ્દન અભણ જેવા હતા તેઓ પણું મોક્ષ મેળવી ચૂક્યા છે માટે સ્ત્રીઓમાં વાદ કરવાની શક્તિ ન હેય અને એઓનું ભણતર ઓછું હોય તે પણ એઓને મોક્ષ મેળવવામાં કશો બાધ આવે તેમ નથી, માટે સ્ત્રીઓમાં અમુક જાતનું વિશેષ બળ નથી એથી તેઓ મોક્ષને મેળવી શકતી નથી, એ કથન બરાબર નથી. હવે એમ કહેવામાં આવે કે તેઓને પુછો પ્રણામ કરતા નથી માટે તે હણી છે, તે પણ ખોટું છે; કારણ કે તીર્થકરની માતાએને તે ઈકો પણ પૂજે છે અને નમે છે માટે સ્ત્રી હીણી શી રીતે કહેવાય ? વળી, એમ તે ગણધરને તીર્થકર નમસ્કાર કરતા નથી, માટે ગણધરોની હીણપને લીધે તેઓને પણ સ્ત્રીઓની પેઠે જ મોક્ષ ન થ જોઈએ. વળી, તીર્થંકર ચારે પ્રકારના સંઘને નમસ્કાર કરતા હોવાથી અને એમાં સ્ત્રીઓ પણ આવી જતી હોવાથી એઓની હીણપ શી રીતે લેખાય ? હવે એમ કહેવામાં આવે કે સ્ત્રીઓ કોઈને વાચના વિગેરે નથી આપી શકતી માટે જ તેઓ મેક્ષને યોગ્ય નથી, તે એ કથન પણ ખોટું છે, કારણ કે જે એમ જ હોય તે કઈ ભણનારને તે મેક્ષ ન થવો જોઈએ અને ભણનાર માત્ર મોક્ષમાં પહોંચી જવા જોઈએ અર્થાત આચાર્યોને મોક્ષ થવા જોઈએ અને શિષ્યોને ન થે જોઈએ. વળી, એમ કહેવામાં આવે કે, સ્ત્રીઓની પાસે કોઈ પ્રકારની ઋદ્ધિ નથી, તેથી તે મોક્ષને લાયક નથી, તે એ પણ બરાબર નથી, કારણ કે મોટી ઋદ્ધિવાળાને જ મોક્ષ થાય એ કોઈ નિયમ નથી. કેટલાક દરિદ્રો પણ મોક્ષને મેળવી ચૂક્યા છે અને કેટલાક મોટા મોટા ચક્રવર્તી પણ મોટી ઋદ્ધિ હોવા છતાં મેક્ષને મેળવી શક્યા નથી. હવે છેવટ એમ કહેવામાં આવે કે સ્ત્રીઓમાં કપટ વિગેરે ઘણું છે માટે જ તેઓ મોક્ષને